MCX DAILY REPORT: સોનાનો વાયદો ઘટીને રૂ.1.51 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.29 લાખના સ્તર સુધી ગબડ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256200.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37388 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.37 કરોડનું થયું હતું.

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153551ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153959 અને નીચામાં રૂ.151244ના મથાળે અથડાઈ, રૂ.154760ના આગલા બંધ સામે રૂ.1802 ઘટી રૂ.152958 થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1238 ઘટી રૂ.124845ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.197 ઘટી રૂ.15631ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1853 ઘટી રૂ.151024ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.154529ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154724 અને નીચામાં રૂ.152000ના સ્તરને સ્પર્શી, રૂ.155220ના આગલા બંધ સામે રૂ.2082 ઘટી રૂ.153138 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.235207ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.237720 અને નીચામાં રૂ.229352ના મથાળે અથડાઈ, રૂ.239891ના આગલા બંધ સામે રૂ.7453 ઘટી રૂ.232438ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7397 ઘટી રૂ.235834ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.7328 ઘટી રૂ.235924ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4731.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.31.05 ઘટી રૂ.1167ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.7 ઘટી રૂ.319.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 95 પૈસા ઘટી રૂ.306.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.187.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
| ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી સુધારોઃ | કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું ટર્નઓવરઃ |
| સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજઃ | બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37388 પોઇન્ટના સ્તરે |
| ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.08 કરોડનાં કામકાજ | એનર્જી સેગમેન્ટમાં રૂ. 2233.00 કરોડનાં કામકાજ |

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2233.00 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3447ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3495 અને નીચામાં રૂ.3403ના મથાળે અથડાઈ, રૂ.41 વધી રૂ.3473ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5772ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5808 અને નીચામાં રૂ.5713ના સ્તરને સ્પર્શી, રૂ.5791ના આગલા બંધ સામે રૂ.2 વધી રૂ.5793 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5 વધી રૂ.5795ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.8 વધી રૂ.286.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6.8 વધી રૂ.286.2 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.960.8ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.960.5 થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.10 ઘટી રૂ.25650ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2597ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.2592ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11652.40 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8966.54 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4112.76 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 327.60 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.90 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 259.96 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.08 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 842.14 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1376.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.87 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.36 કરોડનાં કામ થયાં હતાં.
