મુંબઈ, 30 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 54,10,917 સોદાઓમાં કુલ રૂ.5,28,290.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,341.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 418786.76 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,68,151 સોદાઓમાં રૂ.66,644.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,730ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,996 અને નીચામાં રૂ.57,026 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,694 ઘટી રૂ.57,128ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.387 ઘટી રૂ.47,403 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.73 ઘટી રૂ.5,787ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,707 ઘટી રૂ.57,146ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,993ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,781 અને નીચામાં રૂ.70,312 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,468 ઘટી રૂ.70,600 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,300 ઘટી રૂ.70,738 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,314 ઘટી રૂ.70,753 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.162 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે 1,08,150 સોદાઓમાં રૂ.12,643.39 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.719.65ના ભાવે ખૂલી, રૂ.10.60 ઘટી રૂ.708.55 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.75 વધી રૂ.207.65 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.70 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.4.30 વધી રૂ.210.70 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.30 વધી રૂ.200.00 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.05 વધી રૂ.225.55 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.140ની વૃદ્ધિ, કોટન-ખાંડી વાયદામાં રૂ.540નો સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX પર 6,83,692 સોદાઓમાં રૂ.29,934.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,494ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,884 અને નીચામાં રૂ.7,352 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.140 વધી રૂ.7,623 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.145 વધી રૂ.7,621 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.239ના ભાવે ખૂલી, રૂ.6.10 વધી રૂ.244.70 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 5.9 વધી 244.9 બંધ થયો હતો.

મેન્થા તેલ ડાઊન, નેચરલ ગેસ વધ્યુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે રૂ.119.80 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,980ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.60,260 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.540 વધી રૂ.61,080ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.20.90 ઘટી રૂ.915.50 બોલાયો હતો.

કોમોડિટીમાં રૂ.1,09,342 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 4,18,786 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.30,521.77 કરોડનાં 52,184.832 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.36,122.53 કરોડનાં 5,012.758 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,174.02 કરોડનાં 1,47,19,790 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,760.10 કરોડનાં 78,37,82,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,538.54 કરોડનાં 74,990 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.397.30 કરોડનાં 21,163 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,607.51 કરોડનાં 92,388 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,100.04 કરોડનાં 1,82,167 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.16.93 કરોડનાં 2,784 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.102.87 કરોડનાં 1095.48 ટનનાં કામકાજ થયાં હતાં.