મુંબઇ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 મે સુધીના સપ્તાહ દરમિયાન 114,02,516 સોદાઓમાં કુલ રૂ.10,60,730.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,480.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 959177.56 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,43,192 સોદાઓમાં રૂ.61,666.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,730ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,268 અને નીચામાં રૂ.71,730ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,341ના ઉછાળા સાથે રૂ.72,980ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,201 ઊછળી રૂ.58,964 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.7,162ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,310ના ઉછાળા સાથે રૂ.72,896ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.73 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.84,761ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.87,494 અને નીચામાં રૂ.84,377ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,801ના ઉછાળા સાથે રૂ.87,300ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,771 ઊછળી રૂ.87,139 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,795 ઊછળી રૂ.87,157 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,37,400 સોદાઓમાં રૂ.15,814.9 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.862ના ભાવે ખૂલી, રૂ.34.45 વધી રૂ.894.30 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.238.05 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.194ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.45 વધી રૂ.261ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.4.10 વધી રૂ.238.90 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.194 જસત-મિની મે વાયદો રૂ.2.45 વધી રૂ.261.15 બંધ થયો હતો.

મેન્થા તેલ પણ ઢીલુઃ નેચરલ ગેસમાં વૃદ્ધિ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,19,285 સોદાઓમાં રૂ.23,953.6 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,630ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,689 અને નીચામાં રૂ.6,415ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.9 વધી રૂ.6,615 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.9 વધી રૂ.6,616 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.193ના ભાવે ખૂલી, રૂ.17 વધી રૂ.208.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 17 વધી 208.1 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.9નો મામૂલી સુધારો, કોટન-ખાંડી વાયદો રૂ.1,340 તૂટ્યો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.45.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,600 અને નીચામાં રૂ.55,820ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,340 ઘટી રૂ.56,080ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 ઘટી રૂ.937.10 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,01,480 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,59,177 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.33,424.93 કરોડનાં 59,486.464 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.28,241.29 કરોડનાં 4,195.567 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,444.47 કરોડનાં 1,31,79,870 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,509.13 કરોડનાં 95,25,71,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,865.94 કરોડનાં 99,407 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.302.13 કરોડનાં 18,200 ટન તાંબાના વાયદાઓમાં રૂ.10,164.50 કરોડનાં 1,41,818 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,482.33 કરોડનાં 1,65,387 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.28.09 કરોડનાં 5,616 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.85 કરોડનાં 279.72 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)