મુંબઇ: હાજર બજારોમાં વેચવાલી વચ્ચે વાયદા સુસ્ત હતા. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ  જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્સ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૭૩.૧૦ ખુલી સાંજે ૭૭૦૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૪ રૂ. ખુલી ઉંચામાં ૭૮૧૪ તથા નીચામાં ૭૮૧૪ રૂ. થઇ સાંજે ૭૮૧૪ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૩૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૪૪ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, કપાસ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૩૭૦ રૂ. ખુલી ૬૨૮૪  રૂ., દિવેલનાં ભાવ ૧૩૨૭ રૂ. ખુલી ૧૩૨૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૭૭ રૂ. ખુલી ૨૫૯૬ રૂ., ધાણા ૭૨૯૨ રૂ. ખુલી ૭૦૭૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૫૪ રૂ. ખુલી ૫૬૮૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૨૩૩ રૂ. ખુલી ૧૨૦૫૨ રૂ., જીરાનાં ભાવ ૩૨૦૫૦ રૂ. ખુલી ૩૧૩૭૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૮.૦૦ રૂ. ખુલી ૧૬૧૨.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૧૫૦ ખુલી ૪૯૩૧૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૮૮  રૂ. ખુલી ૭૧૨૬ રૂ. બંધ રહ્યા હતા.