મુંબઇ, ૫ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૪૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૧૩૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણાં, ગુવાર ગમ, ગુવાર સીડ, હળદર, સ્ટીલ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ઇસબગુલ તથા જીરાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૪૫૫ રૂ. ખુલી ૫૪૩૦ રૂ., દિવેલનાં ભાવ ૧૧૦૭ રૂ. ખુલી ૧૧૦૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૨૩ રૂ. ખુલી ૨૫૭૫ રૂ., ધાણા ૬૦૮૨ રૂ. ખુલી ૬૦૧૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૩૫ રૂ. ખુલી ૫૪૦૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૭૨૦  રૂ. ખુલી ૧૦૬૫૪ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૩૮૦૦ રૂ. ખુલી ૨૪૧૮૦ રૂ., જીરાનાં ભાવ ૪૪૭૬૫ રૂ. ખુલી ૪૫૩૦૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૭.૦૦ રૂ. ખુલી ૧૫૪૧ રૂ., સ્ટીલના ભાવ ૪૬૨૧૦ ખુલી ૪૬૧૨૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૫૩૦ રૂ. ખુલી ૭૫૨૨ રૂ. બંધ રહ્યા હતા.