એનસીડેક્સે ભારતનો પ્રથમ સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો
મુંબઈ, 11 નવેમ્બર 2026: ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જો પૈકી એક એનસીડેક્સ લિમિટેડ (અગાઉ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ) દ્વારા આજે સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સ્ટીલ સ્ક્રેપ સેગમેન્ટમાં ભારતનો પ્રથમ પ્રાઇસ રિપોર્ટિંગ એજન્સી (PRA) આધારિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ રજૂ કર્યો છે. તે વિવિધ સ્ક્રેપ ગ્રેડ અને ખંડિત કિંમત નિર્ધારણ સંદર્ભો દ્વારા વર્ગીકૃત થયેલી બજારમાં વિશ્વસનીય માર્કેટ -લિંક્ડ બેન્ચમાર્ક અને સંગઠિત હેજિંગ મિકેનિઝમની જરૂરિયાતને સંબોધે છે.
આ કરાર HMS 80:20નો ઉપયોગ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત ગ્રેડ છે, જેમાં 80% હેવી મેલ્ટિંગ સ્ક્રેપ ગ્રેડ 1 અને 20% હેવી મેલ્ટિંગ સ્ક્રેપ ગ્રેડ 2નો સમાવેશ થાય છે. તે આંતરરાષ્ટ્રીય બજારોમાં સૌથી વધુ સંદર્ભિત સ્ક્રેપ ગ્રેડમાંનો એક છે અને એશિયન બજારોમાં બેન્ચમાર્ક આયાત ગ્રેડ તરીકે સેવા આપે છે. આ પ્રોડક્ટ લોન્ચ તાજેતરમાં એનસીડેક્સ અને બિગમિન્ટ ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડ (બિગમિન્ટ) વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર બાદ થયા છે, જે ભારતની અગ્રણી કોમોડિટી માર્કેટ ઇન્ટેલિજન્સ અને ભાવ રિપોર્ટિંગ એજન્સીઓમાંની એક છે, જ્યાં બિગમિન્ટ ભાવ સંદર્ભ એજન્સીની ભૂમિકા ભજવશે. આ જોડાણનો ઉદ્દેશ એક્સચેન્જના ડેરિવેટિવ્ઝ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિગમિન્ટની ભાવ મૂલ્યાંકન કુશળતાને એકત્ર લાવવાનો છે.
મુખ્ય પ્રોડક્ટ વિશિષ્ટતા
| અંડરલાઇંગ | સ્ટીલ સ્ક્રેપ – HMS 80: 20 |
| ટ્રેડિંગનું એકમ | 10 MT |
| મહત્તમ ઓર્ડર સાઈઝ | 500 MT |
| ટિકિટ સાઈઝ | 10 પ્રતિ મેટ્રિક ટન (MT) |
| સેટલમેન્ટ પદ્ધતિ: | રોકડમાં સેટલમેન્ટ |
| મુખ્ય કેન્દ્ર: | મંડી ગોવિંદગઢ, પંજાબ (GST સિવાય) |
આ પ્રસંગે એનસીડેક્સના એમડી અને સીઈઓ શ્રી વિકાસ ગોયલે જણાવ્યું હતું કે, “સ્ટીલ સ્ક્રેપ (ભંગાર) ભારતની સ્ટીલ વેલ્યુ ચેઇનમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઘટક બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે આ ઉદ્યોગ વધુ સંસાધન- કાર્યક્ષમ અને ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓ તરફ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી તેના ભાવના જોખમ સામે એક્સચેન્જ- ટ્રેડેડ કોઈ ઉકેલ ઉપલબ્ધ ન હતો. સ્ટીલ સ્ક્રેપમાં ભારતનો પ્રથમ PRA (ભાવ નિર્ધારણ એજન્સી) આધારિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ રજૂ કરીને અને IOSCO-સુસંગત માળખાને અનુસરીને ડેટા અને ગવર્નન્સના વૈશ્વિક ધોરણો અપનાવીને એનસીડેક્સે આ ખાલીપો ભર્યો છે. આ પહેલ બજારમાં નવીનતા લાવવા, સહભાગીતા વધારવા અને ભારતની કોમોડિટી બજારોના વિકાસમાં યોગદાન આપતા સાર્થક ઉકેલો ઊભા કરવા પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
‘વર્લ્ડસ્ટીલ’ના ડેટા અનુસાર ભારત વિશ્વની બીજી સૌથી મોટી ક્રૂડ સ્ટીલ ઉત્પાદક છે. એપ્રિલ- માર્ચ 2025-2026 દરમિયાન ભારતનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 10.7%થી વધુ વધીને આશરે 168.4 મિલિયન ટન સુધી પહોંચ્યું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન વૈશ્વિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સ્ક્રેપનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 22% વધીને 32 મિલિયન મેટ્રિક ટન થયું છે, જેના પરિણામે ફેરસ સ્ક્રેપની આયાતમાં 20%નો ઘટાડો નોંધાયો છે. આ બાબત દર્શાવે છે કે આ ક્ષેત્ર દેશની સ્ટીલ વેલ્યુ ચેઇનમાં કેન્દ્રસ્થાને છે.
આ અંગે એનસીડેસ્સના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી કેદાર દેશપાંડેએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્ટીલ સ્ક્રેપ બજાર વિખરાયેલું છે, જ્યાં ભાવ પ્રદેશ અને ગ્રેડ મુજબ અલગ અલગ હોય છે. અમારો સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ, જે ‘બિગમિન્ટ’ ના સ્થાપિત ‘HMS 80:20’ ભાવ મૂલ્યાંકન પર આધારિત છે, તે ભાવ નિર્ધારણ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવીને અને બજારના સહભાગીઓને ભાવના જોખમ સામે રક્ષણ મેળવવા માટે એક વ્યવસ્થિત મંચ પૂરું પાડીને આ જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. અમને વિશ્વાસ છે કે આનાથી દિલ્હી NCR, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા અને તામિલનાડુના સ્ટીલ ક્લસ્ટરો વધુ મજબૂત બનશે. તેનાથી તેમને ભાવની અસ્થિરતા સંભાળવાની ક્ષમતા વધારવામાં મદદ મળશે અને ભારતમાં લોખંડ અને સ્ટીલ કોમોડિટીઝ માટે વધુ સુવ્યવસ્થિત ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન મળશે.”
બિલેટ, વાયર રોડ અને સ્પોન્જ આયર્નના ભાવ સ્ક્રેપ સાથે બદલાય છે. બિગમિન્ટ ડેટા HMS 80:20 અને બિલેટ વચ્ચે 90% અને વાયર રોડ સાથે 89%ના ભાવ સહસંબંધ દર્શાવે છે. તેથી એક જ સ્ક્રેપ કરાર ઘણા વપરાશકર્તાઓને સેવા આપી શકે છે:
• સ્ટીલ ઉત્પાદકો સ્ક્રેપ ખરીદતાં પહેલાં તેની કિંમતને લૉક કરવા માટે ફ્યુચર્સ ખરીદી શકે છે.
• બિલેટ અને વાયર રોડ ઉત્પાદકો અને વેપારીઓ વેચાણ કરતાં પહેલાં કિંમતોમાં ઘટાડાના ભાગને સરભર કરવા માટે ફ્યુચર્સ વેચી શકે છે.
• સ્પોન્જ આયર્ન ઉત્પાદકો ભાવ ઘટાડા સામે હેજ કરવા માટે સમાન કરારનો ઉપયોગ કરી શકે છે.
