પ્રત્યેક શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ.475 -500ની પ્રાઇસબેન્ડ સાથે અરજીનો લોટ 30 શેર્સ

અમદાવાદ, 14 જુલાઇઃ અત્યાધૂનિક કમ્પ્યુટિંગ સોલ્યુશન (HCS) સેવા પ્રદાતા દિલ્હી-NCR સ્થિત નેટવેબ ટેક્નોલોજી ઇન્ડિયાનો ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) 17 જૂલાઈના રોજ ખૂલશે અને 19 જૂલાઈના રોજ બંધ થશે.  કંપની રૂ.475થી રૂ.500ના પ્રાઇસ બેન્ડ પર રૂ. 631 કરોડ એકત્રિત કરવાની દરખાસ્ત ધરાવે છે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 206 કરોડ, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 85 લાખ શેર્સ વેચી 425 કરોડ એકત્ર કરશે. જેના કર્મચારીઓને શેરદીઠ રૂ.25નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. પોસ્ટ આઈપીઓ પ્રમોટર્સનો હિસ્સો 97.80 ટકાથી ઘટી 75.45 ટકા થશે. જેના શેર એલોટમેન્ટ 24 જૂલાઈ અને લિસ્ટિંગ 27 જૂલાઈએ થશે.

ગ્રે પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં નેટવેબ ટેક્નોલોજીના આઈપીઓ માટે 65 ટકાથી વધુ પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત રૂ. 500 સામે રૂ. 325થી 330 ગ્રે પ્રિમિયમ જોવા મળી રહ્યા છે. જેના મજબૂત રૂ. 90 કરોડથી વધુની ઓર્ડર બુક અને મજબૂત ફંડામેન્ટલ્સના પગલે બ્રોકર્સ ખરીદવા સલાહ આપી રહ્યા છે.

કંપની વિશેઃ નેટવેબ ટેક્નોલોજી સર્વરના વિનિર્માણ માટે IT હાર્ડવેર તથા નેટવર્કિંગ અને ટેલિકોમ પ્રોડક્ટ્સ માટે ભારતમાં ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સના વિનિર્માણ માટે ભારત સરકારની પ્રોત્સાહક યોજનાઓ સાથે સંલગ્ન ઉત્પાદન કરવા માટે પાત્રતા ધરાવતી દેશની કેટલીક જૂજ OEM કંપનીઓ પૈકીની એક છે. નેટવેબ ટેક્નોલોજીસ કંપની ઇનહાઉસ ડિઝાઇન અને વિનિર્માણ એમ બન્ને ક્ષમતાઓ ધરાવે છે અને મે, 2023 સુધીમાં 300થી વધારે સુપર કમ્પ્યુટિંગ સિસ્ટમ અને AI સિસ્ટમ અને એન્ટરપ્રાઇઝ વર્કસ્ટેશન આધારિત 4000 એક્સિલેટર/ GPUનુ ઇન્સ્ટોલેશન હાથ ધર્યુ છે. ઇન્ટેલ અમેરિકા, Inc, એડવાન્સ માઇક્રો ડિવાઇસ, Inc, સેમસંગ ઇન્ડિયા ઇલેટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, Nvidia કોર્પોરેશન એવી કેટલીક કંપનીઓ છે જેની સાથે તેણે ડિઝાઇન અને નવીન પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવા માટે સહકાર સાધ્યો છે. આગામી સમયમાં તે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં પોતાની ભૌગોલિક હાજરી વધારવાનું આયોજન ધરાવે છે.

ઓર્ડર બુક સ્થિતિઃ 31 માર્ચ, 2022 અને 31 મે, 2023ની વચ્ચે તેણે પોતાની ઓર્ડર બૂક વેલ્યુ રૂ.48.56 કરોડથી વધારીને રૂ.90.21 કરોડ એમ લગભગ બમણી કરી છે.

લીડ મેનેજર્સઃ એક્વારસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને IIFL સિક્યુરિટીઝ લિમિટેડ બૂક રનિંગ લીડ મેનેજર્સ છે, જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.