અમદાવાદ, 14 જુલાઇઃ બંધન બેન્ક લિએ. જુન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 18.7 ટકા ઘટી રૂ. 720 કરોડ (રૂ. 810 કરોડ) નોંધાવ્યો છે. બેન્ની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ 0.9 ટકા ઘટી રૂ. 2490 કરોડ (રૂ. 2470 કરોડ થઇ છે. બેન્કની કુલ આવકો રૂ. 2880 કરોડ (રૂ. 3100 કરોડ) થઇ છે.

Highlights for the Quarter ended June 30, 2023:

Particulars (in ₹ bn)Quarter
Q1 FY 24Q4 FY 23QoQ%Q1 FY 23YoY% 
Net Interest Income24.924.70.8%25.1-0.9% 
Non-Interest Income3.96.3-38.8%3.316.7% 
Total Income28.831.0-7.3%28.41.1% 
Opex13.113.10.6%10.228.3% 
Operating Profit15.618.0-13.0%18.2-14.2% 
Provision (Other than Taxes)6.07.4-18.1%6.4 
PBT9.610.6-9.4%11.8-18.5% 
PAT7.28.1-10.8%8.9-18.7% 

બેંકની રિટેઇલ લોન બુક 87 ટકા વધી છે. કુલ ડિપોઝિટમાં રિટેઇલનો હિસ્સો 71 ટકા છે. કુલ બિઝનેસ વધીને રૂ. 2.11 લાખ કરોડથી વધુ પહોંચ્યો છે. બેંકનો કુલ બિઝનેસ (ડિપોઝિટ અને એડવાન્સિસ) 31 માર્ચ, 2023 સુધીમાં વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 2.11 લાખ કરોડ થયો છે. બેંક ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 34માં 6140 બેંકિંગ આઉટલેટ્સ દ્વારા 3.07 કરોડથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. બંધન બેંકમાં કામ કરતાં કર્મચારીઓની કુલ સંખ્યા 72000થી વધુ છે. બેંકની ડિપોઝિટ અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 16 ટકાથી વધુ વધી રૂ. 1.08 લાખ કરોડ છે. કાસા રેશિયો 36 ટકા છે. એડવાન્સિસના સંદર્ભમાં બેંકે ગત વર્ષની તુલનામાં આશરે 7 ટકાની વૃદ્ધિ સાધી છે. કુલ એડવાન્સિસ હવે રૂ. 1.03 લાખ કરોડ છે. મૂડી પર્યાપ્તતા રેશિયો (સીએઆર) 19.8 ટકા છે.

Key Ratios Highlights:

ParticularsQuarter
Q1 FY 24Q4 FY 23Q1 FY 23
CASA to Total Deposit36.0%39.3%43.2%
Net Interest Margin (Annualised)7.3%7.3%8.0%
Cost to Income Ratio45.7%42.1%36.0%
Return on Average Assets (Annualised)1.9%2.2%2.5%
Return on Average Equity (Annualised)14.4%17.0%19.7%
Capital Adequacy Ratio (CAR)19.8%19.8%`19.4%
Gross NPA (%)6.76%4.87%7.25%
Net NPA (%)2.18%1.17%1.92%

પરીણામો અંગે બેન્કના એમડી અને સીઇઓ ચંદ્ર શેખર ઘોષે કહ્યું કે, નાણાકીય વર્ષનું પ્રથમ ક્વાર્ટર બેંક માટે ખૂબજ સંતુલિત રહ્યું છે. ગત વર્ષે અને આ વર્ષે શરૂ કરાયેલા તમામ નવા બિઝનેસ લાઇન્સસાથે અમને નાણાકીય વર્ષમાં આગળ જતાં સારા પ્રદર્શનનો વિશ્વાસ છે. બેંકે ગત વર્ષે બિઝનેસિસ માટે કમર્શિયલ વ્હીકલ લેન્ડિંગ અને લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી જેવા નવા વર્ટિકલ્સ શરૂ કર્યા છે, જે વર્તમાન નાણાકીય વર્ષમાં પરિણામો આપશે.