એશિયન ગ્રેનિટો ઇન્ડિયાએ FY26માં 89.69 ટકા વૃદ્ધિ સાથે રૂ. 18.74 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો


| હાઇલાઇટ્સ : FY26માં કામગીરીમાંથી આવક 8.60% વધીને રૂ. 1858.06 કરોડ થઇ. EBITDA FY25માં રૂ. 104.37 કરોડની તુલનામાં 15.38% વધીને રૂ. 120.42 કરોડ નોંધાયું છે. EBITDA માર્જીન 6.10%થી વધીને 6.48% પર નોંધાયું છે. FY26માં નેટ પ્રોફિટ 89.69% વધીને રૂ. 18.74 કરોડ નોંધાયો છે. |
અમદાવાદ, 1 જૂન, 2026 : દેશની સૌથી મોટી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક, એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે(AGL) (NSE: ASIANTILES, BSE: 532888) 31 માર્ચ, 2026નાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન મજબૂત ઓપરેશનલ અને ફાયનાન્સિયલ કામગીરી નોંધાવી છે.
નાણાકીય વર્ષ 2026 માટે, કંપનીએ રૂ. 18.74 કરોડનો કન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2025ની સરખામણીમાં 89.69%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માટે કામગીરીમાંથી આવક 8.60% વધીને રૂ. 1,858.06 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2025માં રૂ. 104.37 કરોડ (EBITDA માર્જિન 6.10%)ની તુલનામાં, નાણાકીય વર્ષ 2026 માટે EBITDA રૂ. 120.42 કરોડ (EBITDA માર્જિન 6.48%) નોંધાયું હતું. મજબૂત પ્રદર્શનને માર્કેટ ડિમાન્ડ, સુધારેલી કાર્યક્ષમતા, સુધારેલ પ્રોડક્ટ મિક્સ અને ડોમેસ્ટિક માર્કેટ્સમાં સતત વિસ્તરણ દ્વારા ટેકો મળ્યો હતો.

પરિણામો અને કામગીરી અંગે વાત કરતા, કંપનીનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “આ પડકારજનક સમયગાળામાંથી અમે વધુ મજબૂત રીતે ઉભરી આવ્યા છીએ અને આગળ વધવા માટે અમારા વિકાસના માર્ગ અંગે વિશ્વાસ રાખીએ છીએ. હેલ્ધી ડોમેસ્ટિક ડિમાન્ડ, સુધારેલ કાર્યક્ષમતા અને મજબૂત ગ્રોસ માર્જિને વર્ષ દરમિયાન અમારા પ્રદર્શનમાં ફાળો આપ્યો છે. પોઝિટિવ ડિમાન્ડ અને તમામ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં પ્રોડક્શનનાં નોર્મલાઇઝેશનથી અમને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે ગેસના ઊંચા ભાવ અને વધેલા નિકાસ ખર્ચ ઉદ્યોગ માટે પડકારરૂપ રહ્યા છે, ત્યારે મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ અને એક્પાન્ડિંગ માર્કેટ પ્રેઝન્સને કારણે અમે સતત વિકાસ માટે સારી સ્થિતિમાં છીએ. અમે આગામી ત્રણથી છ વર્ષમાં રૂ. 6,000 કરોડની આવક ધરાવતી કંપની બનવાના લાંબા ગાળાના વિઝનને અનુસરતા અમારા બ્રાન્ડ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”
અમારા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત થતાં બિઝનેસ ગતિશિલ થઈ ગયો છે. જીયોપોલિટીકલ અનિશ્ચિતતાને કારણે નિકાસ કન્ટેનરના ભાવમાં વધારો થયો હોવાથી ડોમેસ્ટિક માર્કેટ્સમાં મજબૂત માંગ જોઈ રહ્યા છીએ તથા તેનાં પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે અમારા બધા પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે હજુ પણ કેટલીક લેબરને લગતી સમસ્યાઓ છે અને અમને આશા છે કે અમે ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવી શકીશું. જોકે, ગેસના ભાવમાં વધારા સાથે, સેક્ટર હજુ પણ ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરી રહ્યું છે.
ફાયનાન્સિયલ હાઇલાઇટ્સ (કન્સોલિડેટેડ)
| Particular | FY26 | FY25 | Y-O-Y |
| Revenue From Operations (Rs. crore) | 1,858.06 | 1,710.98 | 8.60% |
| EBITDA (Rs. crore) | 120.42 | 104.37 | 15.38% |
| Net Profit (Rs. crore) | 18.74 | 9.88 | 89.69% |
AGL તેના સ્કેલ અને બજારમાં હાજરીનું વિસ્તરણ કરી રહી છે, તેમ છતાં સસ્ટેનેબિલિટી તેની લાંબા ગાળાની ગ્રોથ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. કંપની તેની ફેસિલિટીઝમાં જવાબદાર મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ISO 9001 અને ISO 14001 ધોરણોનું પાલન કરે છે. લાંબા ગાળાનાં વેલ્યૂ ક્રિએશન માટે, કંપનીની સ્ટ્રેટેજીમાં નેચરલ ગેસનો ઉપયોગ, ઝીરો-વેસ્ટ પ્રોસેસ, ઉત્પાદન સ્થળો પર વરસાદી પાણીનો સંગ્રહ અને તેના સૌર ઊર્જા અને પવનચક્કી પ્રોજેક્ટ દ્વારા રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે.
વધુમાં, કંપની આધુનિક એક્પિરિયન્સ સેન્ટર્સ, ડિજિટલ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ અને ‘AGL ટાઇલ્સ’ મોબાઇલ એપ્લિકેશનના વિસ્તરણ દ્વારા તેની ગ્રાહક-કેન્દ્રિત ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહી છે. આ પહેલોનો ઉદ્દેશ્ય ગ્રાહક અનુભવને સુધારવાનો, ચેનલ પાર્ટનર કનેક્ટિવિટી વધારવાનો અને ટેકનોલોજી-આધારિત જોડાણ અને કાર્યકારી શ્રેષ્ઠતા દ્વારા સસ્ટેનેબલ ગ્રોથને ટેકો આપવાનો છે.
