અમદાવાદઃ સળંગ 3 દિવસની સુધારાની ચાલના કારણે ભારતીય રોકાણકારોમાં ધીરે ધીરે સેન્ટિમેન્ટ સુધરી રહ્યું હોય તેમ જણાય છે. ગુરુવારે 18135 પોઇન્ટની સપાટીએ ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ નીચામાં 18001 પોઇન્ટનો ઘટાડો પણ દર્શાવ્યો હતો. પરંતુ રિકવરી રેલીમાં છેલ્લે 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની મહત્વની સપાટી જાળવી રાખવા સાથે નિફ્ટીએ 18036 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે જનમાનસ પણ પ્રોફીટ બુકિંગમાંથી વેલ્યૂ બાઇંગનું બની રહ્યું છે. ટેકનિકલી શુક્રવાર માટે એવું કહી શકાય કે, 16 દિવસની ઊંચી સપાટીએ બંધ આપવા સાથે સાથે ઇન્ટ્રા—ડે સંગીન સુધારાને ટ્રીમ પણ કર્યો છે. ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર બુલિશની પાછળ પાછળ બેરિશ પેટર્ન પણ રચાયેલી જોવા મળી રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ક્રોસઓવરનો સંકેત આપવા સાથે ટેકનિકલી નિફ્ટી માટે 17800 પોઇન્ટની સપાટી શોર્ટ- મિડિયમ ટર્મ માટે મહત્વનું સપોર્ટ લેવલ હોવાનું દર્શાવે છે. 18000 પોઇન્ટની સપાટી ઉપર સતત ત્રીજા દિવસે પણ બંધ આવે તો સોમવારે ગેપઅપ ખુલવાના ચાન્સિસ વધી જશે.

NIFTY18036BANK NIFTY41631IN FOCUS
S117979S141443BEL (B)
S217923S241254DIVISLAB (B)
R118114R141900COALINDIA (B)
R218191R242168CIPLA (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 41443- 41254, RESISTANCE 41900- 42168

ગુરુવારે બેન્ક નિફ્ટીએ 41979- 41522 પોઇન્ટ વચ્ચેની વોલેટિલિટીના અંતે 83 પોઇન્ટના સુધારા સાથે 41731 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ટેકનકિકલી જોઇએ તો 41800 પોઇન્ટની મહત્વની સપાટી નીચે જ બંધ આપ્યું છે. સાથે સાથે બેન્ચમાર્ક નિફ્ટીની સામે અંડરપરફોર્મ રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ આ સાથે આપેલાં ટેબલ અનુસાર ધ્યાનમાં રાખવા બ્રોકરેજ હાઉસ તરફથી ભલામણ કરાઇ રહી છે.

Intraday Picks

DIVISLAB (PREVIOUS CLOSE: RS2,877) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,867- 2,852 for the target of Rs2,960 with a strict stop loss of Rs2,815.

COALINDIA (PREVIOUS CLOSE: RS215) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs214- 213 for the target of Rs220 with a strict stop loss of Rs210.

CIPLA (PREVIOUS CLOSE: RS1,036) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,032- 1,025 for the target of Rs1,059 with a strict stop loss of Rs1,014

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)