MCX: હાલમાં ટ્રેડરો ઓપ્શન્સમાં વિશેષ રસ દાખવી રહ્યા છેઃ રૂ. 2000ની નોટ નાબૂદીની ઇફેક્ટ?!!!

MCX DAILY REPORT: બુલિયન ઓપ્શન્સમાં રૂ.20,999 કરોડનું ઓલટાઈમ હાઈ નોશનલ દૈનિક ટર્નઓવર મુંબઈ, 24 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર 23 મેને મંગળવારના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.20,999.7 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ સોનાના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.18,679.5 કરોડનાં 31 ટનનાં કામકાજ સાથે ઓપન…

Read More

સેન્સેક્સમાં 208 પોઇન્ટની પીછેહટ, નિફટી 18300 પોઇન્ટની નીચે

અમદાવાદ, 24 મેઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર હેઠળ ભારતીય શેરબજારોમાં આજે નરમાઇની ચાલ રહી હતી. ખાસ કરીને યૂએસ ડેટ સીલિંગને લગતી ચિંતાઓથી શેરબજારમાં સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે. આજે BSE સેન્સેક્સ ઉપરમાં 62,154.14 અને નીચામાં 61,708.10 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 208.01 પોઈન્ટ્સ ઘટી 61773.78 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,392.60 અને…

Read More

CMS ઈન્ફો સિસ્ટમ્સનો વાર્ષિક નફો 33% ટકા

મુંબઈ, 23 મેઃ બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સર્વિસીઝ ઓફર કરતી બિઝનેસ સર્વિસીઝ કંપની CMS ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો વાર્ષિક ચોખ્ખો નફો 33 ટકા વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજરઃ કંપનીએ રૂ. 1,915 કરોડની આવક હાંસલ કરી જે વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ દર્શાવે છે જ્યારે ઓપરેટિંગ નફો (એબિટા) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 408…

Read More

HDFC બેંકે તેના સ્પેશિયલ રીક્રૂટમેન્ટ પ્રોગ્રામ દ્વારા નવી ભરતી માટેના દ્વાર ખોલ્યાં

અમદાવાદ, 24 મે: HDFC બેંકે યુવાન ગ્રેજ્યુએટોને એક વર્ષની અંદર બેંકિંગ પ્રોફેશનલ્સ બનાવવા માટે ભારતવ્યાપી ભરતી કાર્યક્રમ ફ્યુચર બેંકર્સ 2.0 લૉન્ચ કર્યો છે. બીએફએસઆઈની મનીપાલ ગ્લોબલ એકેડમીના સહયોગમાં લૉન્ચ કરવામાં આવેલો ફ્યુચર બેંકર્સ 2.0 પ્રોગ્રામ એ એક વર્ષનો પ્રોફેશનલ ડિપ્લોમા છે, જેનો ઉદ્દેશ્ય HDFC બેંકના મહત્ત્વના પ્રોત્સાહક ક્ષેત્ર રીટેઇલ બેંકિંગ બિઝનેસ માટે એક સક્ષમ અને…

Read More

કાયમી અને અસ્થાયી નોકરીઓ વચ્ચે પગારના તફાવતમાં ઘટાડો થયો

નવી દિલ્હી, 24 મેઃ આ વર્ષે એકંદર પગાર વૃદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં, વિવિધ ઉદ્યોગોમાં 41% થી વધુ જોબ પ્રોફાઇલ્સમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ વચ્ચે પગારનો તફાવત માત્ર 5% હોવાનું જોવા મળ્યું છે. સેલ્સ અને આઈટી ક્ષેત્રે નોકરીઓની માંગ ઘણી ઊંચી રહી છે. રોજગારી, રોજગારીની તકો તથા ઈ-વર્કફોર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહેલા સ્ટાફિંગ ગ્રુપ ટીમલીઝ…

Read More

L&T ફાઇનાન્સ આ ત્રિમાસિકમાં તેના SME ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારશે

મુંબઈ, 20 મે: L&T ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) 30 જૂન, 2023ના રોજ પૂરા થનારા વર્તમાન ત્રિમાસિક ગાળામાં તેના SME ફાઇનાન્સ બિઝનેસને 50થી વધુ શહેરોમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. માર્કેટ પ્રેક્ટિસથી વિપરીત, કંપનીએ તેની હાલની મજબૂત ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ ક્ષમતાઓના આધારે તેની ઓફરને સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા તરીકે સ્થાન આપ્યું છે. એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્રક્રિયાએ કંપનીને તેના ગ્રાહકોને…

Read More

કેન્દ્રીય FAHD મંત્રીએ પૂણેમાં ગોબર સે સમૃદ્ધિ અને શિશુ સંજીવની કાર્યક્રમો લૉન્ચ કર્યા

23 મે, આણંદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પૂણેમાં આવેલી પૂણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત અને કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમનો પ્રથમ તબક્કો લૉન્ચ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પૂણે દૂધ સંઘ ખાતે બાયોગેસ સ્લરી…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદા રૂ.424 અને ચાંદીમાં રૂ.1,466 ગબડ્યા

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,43,574 સોદાઓમાં કુલ રૂ.27,748.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,636.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16079.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 1,15,933 સોદાઓમાં રૂ.8,392.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું…

Read More