અમદાવાદ, 7 જૂનઃ સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે. તો ચાલો, એસેટ ક્લાસ તરીકે રોકાણકારો રોકાણ કરી શકે તે અલગ અલગ પદ્ધતિઓનું આકલન કરીએઃ

  1. ફિઝિકલ ગોલ્ડ: રોકાણકારો ફિઝિકલ ગોલ્ડ સ્વરૂપમાં સોનાની જ્વેલરી/ સિક્કા /લગડી ખરીદી શકે છે.
  1. સોનું પ્રત્યક્ષ ખરીદી કરવાના ફાયદા.
    1. રોકાણકારો ઘરમાં, સ્ટોરેજ સુવિધા અથવા બેન્કના વોલ્ટમાં કોઈ પણ સમયે જઈને તેમનું સોનું જોઈ શકે છે.
    1. કમાણીના અહેવાલો, ડિવિડંડમાં બદલાવ અને વ્યાજની ચુકવણી વિશે ખરેખર ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
    1. લિક્વિડિટી – પ્રત્યક્ષ સોનું આસાનીથી રોકડમાં લિક્વિડેટ કરી શકાય છે.
    1. હેક નહીં થઈ શકેઃ સોનાના સિક્કા કે જ્વેલરી માટે વીજ કે ઈન્ટરનેટની જરૂર હોતી નથી. તે હેક કે ડિલીટ નહીં કરી શકાય.
    1. વારસદારો માટે આદર્શ એસેટ: આસાનીથી સંતાન અથવા પૌત્રો માટે છોડી જઈ શકે છે.
    1. નાણાંની બચત કરવાની આસાન રીતછ પ્રત્યક્ષ સોનામાં રોકાણ ભવિષ્ય માટે નાણાં બચાવવામાં મદદ કરી શકે છે, જ્યારે લાંબે ગાળે નોંધપાત્ર વળતરો કમાણી પણ કરી શકો છો.
    1. પ્રત્યક્ષ સોનું ખરીદી કરવાના ફાયદા નીચે મુજબ છેઃ
    1. પ્રત્યક્ષ સોનું જો બેન્કના લોકરમાં રાખવામાં આવે તો અમુક તબક્કે સ્ટોરેજ ખર્ચ લાગુ થાય છે.
    1. પ્રત્યક્ષ સોનું વ્યાજ/ડિવિડંડ જેવી સ્થિર આવક પૂરી પાડતું નથી.
    1. જ્વેલરી ખરીદી કરવાથી પણ ઘડામણ શુલ્ક તેમ જ વેસ્ટેજ લાગુ થાય છે.
  2. સોનામાં રોકાણ કરવાનો ડિજિટલ મોડ
  3. ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં રોકાણ કરો.
  4. સોવરેન ગોલ્ડ બોન્ડ્સની ખરીદી.

ગોલ્ડ ઈટીએફ કઈ રીતે કામ કરે છે?

  • એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ અને ટ્રેડિંગ થાય છે.
  • કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ થાય છે.
  • ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનાની ખરીદી /રિડીમ
  • રિડીમ કરતી વખતે પ્રત્યક્ષ સોનું નહીં પણ સમકક્ષ મૂલ્યની રોકડ મળે છે
  • ઈટીએફ પ્રત્યક્ષ સોનામાં રોકાણની તુલનામાં બહુ ઓછો ખર્ચ ધરાવે છે.
  • ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવાના ફાયદા
  • સોનાની શુદ્ધતાની બાંયધરી મળે છે.
  • પારદર્શક અને અસલ સમયની સોનાની કિંમતો.
  • શેરબજાર પર લિસ્ટેડ અને ટ્રેડિંગ.
  • સોનું ધરાવવાની કર કાર્યક્ષમ રીત, કારણ કે તેમાંથી કમાવવામાં આવતી આવક લાંબા ગાળાનો મૂડીલાભ તરીકે ગણવામાં આવે છે.
  • વેલ્થ ટેક્સ નહીં, સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ નહીં, વેટ નહીં અને સેલ્સ ટેક્સ નહીં.
  • ચોરીનો ડર નહીં- સુરક્ષિત અને સંરક્ષિત હોય છે. સેફ ડિપોઝિટ લોકર શુલ્કથી પણ બચી જવાય છે.
  • ઈટીએફ લોન માટે કોલેટરલ તરીકે સ્વીકારવામાં આવે છે.
  • એન્ટ્રી અને એક્ઝિટ લોડ નહીં.
  • ગોલ્ડ ઈટીએફ કઈ રીતે વેચવું/રિડીમ કરવું
  • તે શેરબજારમાં વેચી શકાય છે.
  • ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ.
  • એએમસી ઈટીએફમાં 1 કિલોની સમકક્ષ અથવા તેના ગુણાંકમાં પ્રત્યક્ષ સ્વરૂપમાં ગોલ્ડ ઈટીએફ યુનિટ્સનું રિડેમ્પશન પણ મંજૂર કરે છે.
  • સોવરેન ગોલ્ડ બોન્ડ્સની ખરીદી
  • સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સોનામાં ડિજિટલ રોકાણ કરવાની એક રીત છે. બોન્ડ્સ 1 ગ્રામના બેઝિટ યુનિટ સાથે સોનાના ગ્રામના ગુણાંકમાં મૂલવવામાં આવે છે.
  • બોન્ડની મુદત 8 વર્ષનો સમયગાળો છે, જેમાં વ્યાજની ચુકવણીની તારીખો પર 5મા, 6ઠ્ઠા, 7મા વર્ષમાં એક્ઝિટ કરવાનું અપનાવી શકાય છે. લઘુતમ મંજૂર મર્યાદા 1 ગ્રામ સોનું છે અને વ્યક્તિ દીઠ મહત્તમ મંજૂર મર્યાદા 4 કિલો, એચયુએફ માટે 4 કિલો અને ટ્રસ્ટો અને સમયાંતરે સરકાર દ્વારા સૂચિત નાણાકીય વર્ષ દીઠ (એપ્રિલ- માર્ચ) આવી જ સંસ્થાઓ માટે 20 કિલો છે.
  • રિડેમ્પશન કિંમત આઈબીજેએ દ્વારા પ્રસિદ્ધ ગત 3 કામકાજના દિવસની 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતની સહજ સરેરાશને આધારે ભારતીય રૂપિયામાં રહેશે. રોકાણકારોને નજીવા મૂલ્ય પર અર્ધવાર્ષિક ચૂકવવાપાત્ર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે ભરપાઈ કરાશે.

રોકાણકારોને અમારી સલાહ બહેતર ડાઈવર્સિફિકેશન માટે સોનામાં તેમના પોર્ટફોલિયોના કમસેકમ 10 ટકા રોકાણ કરવાની છે.

(લેખકઃ પ્રથમેશ માલિયા, ડીવીપી રિસર્ચ, નોન- એગ્રો કોમોડિટીઝ અને કરન્સી, એન્જલ વન લિ.)