અશોક લેલેન્ડે સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સ પોર્ટફોલિયો પ્રદર્શિત કર્યો
નવી દિલ્હી: હિંદુજા ગ્રૂપની ભારતીય કંપની અને કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે ઓટો એક્ષ્પો 2023માં આજે સાત અદ્યતન મોબિલિટી સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતા. અદ્યતન ટેકનોલોજીઓમાં પ્રસ્તુત કરવામાં મોખરે કંપનીએ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજનના વિકલ્પો દ્વારા ચાલતા એના ભવિષ્યલક્ષી વ્હિકલની રેન્જ પ્રસ્તુત કરી હતી. ઓટો એક્ષ્પો 2023માં પ્રસ્તુત ઉત્પાદનોમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ, ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ, હાઇડ્રોજન…
Auto Expo 2023: ઓટો કંપનીઓ EVમાં 25 હજાર કરોડ રોકશે
નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા Auto Expoમાં ઘણા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ EV સેક્ટરમાં 25 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતાં વ્યાપ અંગે સજાગ હોવાથી ઝડપથી આ દિશામાં કામ કરી રહી છે. વિશ્વ પ્રદૂષણ મુક્ત અને પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ આર્થિક હોવાને કારણે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઝોક વધી…
GVFL 2023માં નવા લક્ષ્યાંકો સાથે 100 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ: ભારતમાં વેન્ચર કેપિટલના પ્રવર્તક/ પ્રણેતા GVFL માટે વર્ષ 2022 ઉત્તમ રહ્યું હતું. ચાલુ વર્ષમાં પણ નવા સીમાચિહ્નો સાથે GVFL વર્ષ 2023માં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સમાં વધુ રૂ.100 કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. GVFLએ ગયા વર્ષમાં રૂ.500 કરોડના કોર્પસ ફંડ સાથે આરંભિક ક્લોઝિંગ કર્યું હતું અને અંદાજીત રૂ.70 કરોડના સાત રોકાણો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી…
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા ડિસેમ્બરમાં 17 ટકા વધી 14.11 કરોડની રેકોર્ડ ટોચે
SIP રોકાણ ડિસેમ્બર-2021ની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરમાં 20 ટકા વધ્યું અમદાવાદ: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા વધી રેકોર્ડ 14,11,19,590ની રેકોર્ડ ટોચે પહોંચી હતી. જે ગતવર્ષે 12.02ની તુલનાએ 17.38 ટકા વધ્યુ છે. રિટેલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પણ રેકોર્ડ 11.29 કરોડ નોંધાયા હતા. એમ્ફી (AMFI)ના આંકડાઓ…
NIFTY OUTLOOK: SUPPORT 17804- 17694, RESISTANCE 18076- 18238
અમદાવાદઃ સોમવારની સંગીન સુધારાની ચાલ મંગળવારે મંદ પડી ગઇ અને નિફ્ટીએ 187 પોઇન્ટની પીછેહટ નોંધાવી. 17914 પોઇન્ટનું લેવલ ફરી પાછું આવી ગયું કે જ્યાંથી માર્કેટ ટ્રેન્ડ નક્કી થઇ શકે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે ખરડાઇ રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી તેની 50 ડે અને 20 ડે ઇએમએમાં ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ દર્શાવી…
MCX: સોનાના વાયદામાં રૂ.110, ચાંદીમાં રૂ.616નો ઘટાડો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,950 અને નીચામાં રૂ.55,704ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 ઘટી રૂ.55,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.44,567 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…
