મુંબઇ, 24 માર્ચઃ NSE બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કેશ ઇક્વિટીઝ માર્કેટ સેગમેન્ટ અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ઉપર 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે, જે 01 એપ્રિલ, 2023થી લાગુ પડશે. આ પહેલાં બ્રોકર ડિફોલ્ટ્સને કારણે કેટલીક માર્કેટની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને NSE ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE IPFT) ભંડોળને આંશિક રીતે વધારવા માટે ચાર્જીસમાં 6 ટકાનો વધારો કરાયો હતો, જે 01 જાન્યુઆરી, 2021થી લાગુ પડ્યો હતો.

NSE IPFTના ભંડોળમાં સુવ્યવસ્થિત રીતે વધારવાના ઉદ્દેશ્ય સાથે NSE IPFTમાં કેશ ઇક્વિટીઝ સેગમેન્ટ અને ઇક્વિટી ફ્યુચર્સમાં યોગદાન પ્રતિ કરોડ રૂ. 0.01થી વધારીને પ્રતિ કરોડ રૂ. 10 કરવા તથા ઇક્વિટી ઓપ્શન્સમાં પ્રતિ કરોડ રૂ. 0.01થી વધારીને રૂ. 50 કરોડ કરવા ફરીથી રિકેલિબ્રેટ કરવાનો નિર્ણય કરાયો હતો.

NSE IPFTમાં યોગદાનના પુનઃકેલિબ્રેશન દ્વારા ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં ઉપરોક્ત ઘટાડો એકંદર ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં આશરે 4 ટકા જેટલાં અસરકારક ઘટાડા તરફ દોરી જશે.