નવી દિલ્હી, 24 માર્ચઃ કેન્દ્ર સરકારે લાંબાગાળાના MUTUAL FUNDS રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, સંસદે પ્રસ્તાવિત સુધારા સાથે નાણા બિલ પસાર કરી દીધું છે. ફાઇનાન્સ બિલમાં મંત્રાલયે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બેનિફિટ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે લાંબાગાળાની રોકાણ યોજનાઓના રોકાણકારો માટે ઉપલબ્ધ કર લાભો હવે ઉપલબ્ધ રહેશે નહીં અને કુલ આવકમાં ઉમેરવામાં આવશે. નવો સુધારો 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે.

બીજી બાજુ, શોર્ટટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે લોંગ ટર્મકેપિટલ ગેઈન ટેક્સ બેનિફિટ નાબૂદ કરવામાં આવ્યો છે. ઇક્વિટી શેરમાં 35%થી વધુ રોકાણ ન કરતા ડેટ ફંડ્સ પર આવકવેરા સ્લેબ સ્તરે કર લાદવામાં આવશે અને તેને ટૂંકાગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. નવા સુધારા બાદ હવે રોકાણકારની કુલ આવકમાં લોંગટર્મ કેપિટલ ગેઈનનો પણ સમાવેશ કરવામાં આવશે અને રોકાણકારો જે ટેક્સ સ્લેબમાં આવે છે તે મુજબ તેમણે ટેક્સ ચૂકવવો પડશે.

અત્યાર સુધી 3 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવેલા ડેટ MUTUAL FUNDSને લાંબાગાળાના રોકાણ તરીકે ગણવામાં આવતા હતા. 3 વર્ષથી ઓછો હોલ્ડિંગ પીરિયડ ધરાવતા રોકાણકારો ઉપર તેમના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગે છે. કારણ કે, જો 3 વર્ષના સમયગાળા પહેલા રિડીમ કરવામાં આવે તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત, નવા સુધારા ઇન્ડેક્સ ફંડ્સ, ભારત બોન્ડ ઇટીએફ અને આંતરરાષ્ટ્રીય ભંડોળને પણ અસર કરશે. ટેક્સ આર્બિટ્રેજ હવે દૂર થઈ ગયો છે અને તેમને એફડી અને એનસીડીની સમકક્ષ લાવે છે. જોકે રૂ. 10 કરોડ સુધીના પોર્ટફોલિયો ધરાવતા લોકો માટે આ પગલાની મોટી અસર નહીં થાય.