MCX WEEKLY REPORT: સોનામાં રૂ.319નો સુધારોઃ ચાંદી રૂ.1,689 ડાઊન
મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 40,59,467 સોદાઓમાં કુલ રૂ.2,98,489.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,13,340.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,675.15 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,975ના ભાવે…
MCX: સોના-ચાંદીના વાયદામાં ફરી ચમકારોઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,034 સોદાઓમાં કુલ રૂ.16,757.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6615.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10122.69 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,382ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,430 અને…
3 દિવસમાં સેન્સેક્સ 1394 પોઇન્ટ તૂટી 60000 પોઇન્ટની નીચે
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના પ્રથમ દિવસે આશાવાદ જગાવ્યા બાદ મંદીવાળાઓ સતત હાવી રહ્યા છે. 3 દિવસમાં સેન્સેક્સે 1394 પોઇન્ટ ગુમાવવા સાથે 60000 પોઇન્ટની મહત્વની ટેકાની અને સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. શુક્રવારે વધુ 453 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 59900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં સ્થિર વલણને બાદ કરતાં બાકીના સેક્ટોરલ્સની સ્થિતિ નેગેટિવ રહી…
મહિલાઓ માટે સુરક્ષિત રોજગારીની દ્રષ્ટિએ અમદાવાદ ત્રીજા સ્થાને
મુંબઈઃ રોજગારીની દ્રષ્ટિએ મહિલાઓને સૌથી વધુ અનુકૂળતા અને સુરક્ષા પૂરી પાડતા ટોચના શહેરમાં અમદાવાદ ત્રીજા સ્થાને છે. મુંબઈ અને પુણે ક્રમશઃ પ્રથમ અને બીજા ક્રમે છે. અવતાર ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલા ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેરો શીર્ષક હેઠળના અહેવાલમાં 111 શહેરોની યાદી જારી કરવામાં આવી છે. જેમાં મહિલાઓના રોજગારમાં અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડવા માટેના પરિમાણોના આધારે…
IT: ગ્રોથ અને વેલ્યૂએશન નોર્મલ થઇ રહ્યા છે
ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો. માટે એચડીએફસી સિક્યુરિટીઝની ખરીદીની ભલામણ અમદાવાદઃ સતત કથળી રહેલી વર્લ્ડ મેક્રો ઇકોનોમિક કન્ડિશન અને Q3 પરફોર્મન્સ જોતાં આઇટી કંપનીઓના Q3 રિઝલ્ટ્સ નોર્મલ રહેવા સાથે તેમના વેલ્યૂએશન પણ નોર્મલ જ રહેવાની ધારણા એચડીએફસી સિક્યુરિટિઝે વ્યક્ત કરી છે. સાથે લિસ્ટેડ આઇટી કંપનીઓના શેર્સમાં શું કરવું તે અંગે ભલામણ પણ કરી છે. Company CMP*(INR)…
અનલિસ્ટેડ Tata Technologies 3 સપ્તાહમાં 30% ઉછળ્યો
અમદાવાદઃ કંપનીએ FREE શેર જારી કરવાની જાહેરાત અને ટાટા મોટર્સે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું તે પછી અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં શેર રૂ. 5,500થી વધીને રૂ. 7,300 પર પહોંચ્યો હતો. ટાટા ટેક્નૉલૉજીએ તાજેતરમાં દરેક શેર…
IIJS સિગ્નેચર અને ઇન્ડિયા જેમ&જ્વેલરી મશીનરી એક્ષ્પો શૉનું આયોજન
નવી દિલ્હી: જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)એ 5થી 9 જાન્યુઆરી, 2023 સુધી મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં કેલેન્ડર વર્ષ 2023નો પ્રથમ ડિઝાઇન-કેન્દ્રિત જ્વેલરી શૉ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ (IIJS સિગ્નેચર) અને ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્ષ્પો (IGJME)નું આયોજન કર્યું છે. IIJS સિગ્નેચર 2023નાં ઉદ્ઘાટન સમારંભમાં રાજ્ય કક્ષાના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા…
