મુંબઈ, 22 માર્ચઃ AXIS મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર – AXIS S&P 500 ETF ફંડ ઓફ ફંડ (એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરતું ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ જે ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને S&P 500 ટીઆરઆઈને અનુસરે છે) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવું ફંડ S&P 500 ટીઆરઆઈ (ભારતીય રૂ.માં) બેન્ચમાર્કને અનુસરશે. વિનાયક જયનાથ ફંડનું સંચાલન કરશે. સ્થિર રોકાણ વ્યૂહરચનાનો અમલ કરતાં AXIS S&P 500 ETF ફંડ ઓફ ફંડ, S&P 500 ટીઆરઆઈને અનુસરીને ફોરેન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સના યુનિટ્સ/શેર્સમાં ઓછામાં ઓછી 95% ચોખ્ખી સંપત્તિનું રોકાણ કરવાનો પ્રયાસ કરે છે, જે યોગ્ય રોકાણની રકમની ઉપલબ્ધતાને આધીન છે અને બાકીની રકમનું ડેટ અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ સ્કીમ હેઠળ જેમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે.

કેટેગરી:એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરતું ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ જે ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને S&P 500 ટીઆરઆઈને અનુસરે છે
બેન્ચમાર્ક:S&P 500 TRI (ભારતીય રૂ.માં)
એનએફઓ ખુલવાની તારીખ:22મી માર્ચ 2023
એનએફઓ બંધ થવાની તારીખ:5મી એપ્રિલ 2023
લઘુત્તમ રોકાણ:રૂ. 500 અને ત્યારબાદ 1રૂપિયાના ગુણાંકમાં
એક્ઝિટ લોડ:એલોટમેન્ટની તારીખથી 30 દિવસ અંદર રિડીમ/સ્વિચ-આઉટ 0.25%, એલોટમેન્ટના 30 દિવસ અંદર રિડીમ/સ્વિચ-આઉટ શૂન્ય