અમદાવાદઃ PAYTM તરફથી ગુજરાતમાં સોમનાથ મંદિર ખાતે ભક્તો PAYTM UPI મારફતે ચૂકવણી કરીને મંદિરના સંકુલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સે પાડેલા ફોટેગ્રાફસની ફિઝીકલ કોપીઝ મેળવી શકશે. ગયા મહિને કુલ 25 ફોટોગ્રાફર્સ સાથે આ બાબતે ગોઠવણ કરી છે. મંદિર ખાતે ફોટોગ્રાફર્સ PAYTMનો ક્યુઆર કોડ ધરાવતું બોર્ડ તેમના ગળામાં લટકાવશે અને પ્રવાસીઓ PAYTM ક્યુઆર કોડ સ્કેન કરીને UPI મારફતે ચૂકવણી કરી શકશે. ક્યુ PAYTM વેપારીઓમાં વ્યાપકપણે PAYTM વૉલેટ, PAYTM UPI લાઈટ, PAYTM UPI અને PAYTM પોસ્ટપેઈડ, ડેબીટ અને ક્રેડિટ કાર્ડ તથા નેટ બેંકીંગ મારફતે ચૂકવણી કરવાની વ્યાપક વ્યવસ્થા ધરાવે છે.