પ્રત્યેકની 1,000 રૂપિયાની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટિંગવાળા, લિસ્ટેડ, રિડીમ થઇ શકે તેવા NCDનો પબ્લિક ઇશ્યુNCD નો ટ્રેચ I ઇશ્યુ રૂ. 500 કરોડના બેઝ ઇશ્યુ કદ માટે છે જે રૂ. 10,000 કરોડની શેલ્ફ (ઉપલી) મર્યાદામાં રૂ. 4,500 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ. 5,000 કરોડ સુધી
NCD ને CARE દ્વારા CARE AAA/સ્થિર, CRISIL દ્વારા CRISIL AAA/સ્થિર અને ICRA દ્વારા [ICRA AAA](સ્થિર) તરીકે રેટિંગકૂપન રેટ 7.55% પ્રતિ વર્ષ સુધી
ટ્રેન્ચ I NCD ઇશ્યુ 21 જુલાઇએ ખુલશે અને 28 જુલાઇએ બંધ થાય છેBSE પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. BSE એ ટ્રેન્ચ I ઇશ્યુ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે

અમદાવાદ, 20 જુલાઇ: પાવર ફાઇનાન્સ કોર્પોરેશને 17 જુલાઇ 2023ના રોજ ટ્રેન્ચ I દરખાસ્ત દાખલ કરી છે (ટ્રેન્ચ I પ્રોસ્પેક્ટસ), જે પ્રત્યેક રૂ. 1,000ના ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટિંગ વાળા, લિસ્ટેડ, રિડીમ કરી શકાય તેવા, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યુ માટે છે. બેઝ ઇશ્યુનું કદ રૂ. 500 કરોડ છે, જે રૂ. 10,000 કરોડ (ઇશ્યુ)ની શેલ્ફ મર્યાદામાં રૂ. 4,500 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પ સાથે રૂ. 5,000 કરોડ (ટ્રેન્ચ I ઇશ્યુ) સુધીનો છે. ટ્રેન્ચ I ઇશ્યુ શુક્રવાર, 21 જુલાઇ, 2023ના રોજ ખુલે છે અને લિસ્ટિંગના અનુપાલનમાં વહેલા બંધ કરવાના અથવા લંબાવવાના વિકલ્પ સાથે 28 જુલાઇ, 2023ને શુક્રવારના રોજ બંધ થાય છે. NCDનું BSE લિમિટેડ (BSE) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે, જેમાં BSE ઇશ્યુ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. NCD ને CARE રેટિંગ્સ લિમિટેડ દ્વારા CARE AAA/સ્થિર, CRISIL લિમિટેડ દ્વારા CRISIL AAA/સ્થિર અને ICRA લિમિટેડ દ્વારા [ICRA AAA](સ્થિર) તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે.

અરજીનું લઘુતમ કદ રૂ. 10,000 (એટલે ​​કે 10 NCD) અને ત્યારબાદ રૂ. 1,000 (એટલે ​​કે 1 NCD)ના ગુણાંકમાં રહેશે. આ ઇશ્યુમાં NCD માટે 3 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષની પાકતી મુદત/કાર્યકાળના વિકલ્પો છે, જેમાં સિરિઝ I, II અને IIIમાં વાર્ષિક કૂપન ચુકવણી આપવામાં આવે છે. વિવિધ સિરિઝમાં NCD ધારકો માટે અસરકારક યિલ્ડ વાર્ષિક 7.44% થી 7.54% સુધી છે.

ઇશ્યૂ મારફત એકત્રિત નાણાનો ક્યાં થશે ઉપયોગઃ ટ્રેન્ચ I ઇશ્યુની ચોખ્ખી આવકમાંથી, ઓછામાં ઓછા 75%નો ઉપયોગ આગળના ધિરાણ, કંપનીના હાલના ઋણ માટે ધિરાણ / પુનઃધિરાણ અને/અથવા દેવાની સેવા (વ્યાજની ચુકવણી અને/અથવા કંપની પર હાલમાં રહેલા ઋણના વ્યાજ અને મુદ્દલની પરત ચુકવણી/પૂર્વચુકવણી) માટે કરવામાં આવશે અને મહત્તમ 25% સુધીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરેઃ નાણાકીય વર્ષ 2023 માટે, લોન અને અન્ય ઓપરેટિંગ આવકમાં વધારો થયો હોવાથી, ઓપરેશન્સમાંથી કંપનીની એકીકૃત આવક રૂ. 77,568.30 કરોડ હતી જ્યારે પાછળ એક વર્ષ અગાઉ રૂ. 76,261.66 કરોડની આવક થઇ હતી. FY23 માટે સંચિત ચોખ્ખો નફો રૂ. 21,178.59 કરોડ હતો જે ગયા વર્ષે રૂ. 18,768.21 કરોડ હતો.

લીડ મેનેજર્સઃ JM ફાઇનાન્શિયલ લિમિટેડ, એ.કે. કેપિટલ સર્વિસિસ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, SMC કેપિટલ્સ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યુના મુખ્ય મેનેજરો (લીડ મેનેજર્સ) છે. બીકન ટ્રસ્ટીશીપ લિમિટેડ આ ઇશ્યુ માટે ડિબેન્ચર ટ્રસ્ટી છે અને કેફીન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઇશ્યુના રજીસ્ટ્રાર છે.

The terms of each series of Secured NCDs, offered under Tranche I Issue are set out below:

SeriesIII*III
Frequency of Interest PaymentAnnualAnnualAnnual
Minimum ApplicationRs 10,000 (10 NCDs) across all series
In Multiples of thereafter (Rs )Rs 1,000 (1 NCD)
Face Value / Issue Price of NCDs (Rs /NCD)Rs 1,000
Tenor3 Years10 Years15 Years
Coupon (% per annum)  for NCD Holders in Category I and Category II7.45%7.47%7.50%
Coupon (% per annum)  for NCD Holders in Category III and Category IV7.50%7.53%7.55%
Effective Yield (% per annum) for NCD Holders of Category I and Category II7.44%7.46%7.49%
Effective Yield (% per annum) for NCD Holders of Category III and Category IV7.49%7.52%7.54%
Mode of Interest PaymentThrough Various Modes available
Amount (Rs  / NCD) on Maturity for NCD Holders in Category I, Category II, Category III & Category IVRs 1,000Rs 1,000Rs 1,000
Maturity / Redemption Date (from the Deemed Date of Allotment)3 Years10 Years15 Years
Nature of IndebtednessSecured
Put and Call optionNot Applicable

*The Company shall allocate and allot Series II NCDs wherein the Applicants have not indicated the choice of the relevant NCD Series.