અમદાવાદ, 16 જુલાઇઃ કૃષિ ઉત્પાદન ઉદ્યોગક્ષેત્રની ભારતની અગ્રણી કંપની રેલિસ ઈન્ડિયા લિમિટેડ (ટાટા એન્ટરપ્રાઈઝ)એ 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના તેના પરિણામો જાહેર કર્યાં છે.

ચાવીરૂપ બાબતોઃ નાણાકીય વર્ષ 2026નો પ્રથમ ત્રિમાસિક ગાળોઃ

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારી આવકરૂપિયા 957 કરોડ રહી છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં 22 ટકા વધારે છે. કરવેરા બાદનો નફો (પીએટી) નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 95 કરોડ રહ્યો છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 48 કરોડ હતો. અમે ક્રોપ કેર બી2સીમાં 13 ટકા, ક્રોપ કેર બી2બીમાં 23 ટકા અને બિયારણના કારોબારમાં 38 ટકાના ડબલ-ડિજીટમાં વોલ્યુમ નોંધાવ્યું છે.અમારા સોઈલ એન્ડ પ્લાન્ટ હેલ્થ બિઝનેસે અમારી વ્યૂહચનાને અનુરૂપ 33 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અમારા ઉત્પાદનોના મિશ્રણને લઈ સુધારો કરવા તથા કોસ્ટ ઓપ્ટીમાઈઝેશનમાં સુધારાલક્ષી અમારા પગલાંને લીધે પીએટી માર્જીન નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6 ટકાથી સુધરીને નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10 ટકા થયું છે.

લાંબા ગાળાના આધાર પર કસ્ટમર સેન્ટ્રીસિટી એક મહત્વની બાબત બની છે, અને અમે ખેડૂતોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિવિધ પ્રકારના ઉકેલોની ઓફર કરવાનું આગામી સમયમાં જાળવી રાખશું. અમે મેન્યુફેક્ચરિંગ, ડિજિટલાઈઝેશન તથા સહયોગ અને ગઠબંધનનો લાભ મેળવવા માટે અમારા પ્રયત્નોને વધુ ઝડપી બનાવશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)