અમદાવાદ,16 જુલાઇ,2025: અશોક લેલેન્ડે તમિલનાડુ ગ્રામ બેંક સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જે અંતર્ગત સમગ્ર તમિલનાડુમાં કમર્શિયલ વ્હીકલ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ લોન વિકલ્પ પ્રદાન કરવા અને તેની પહોંચમાં વધારો કરવા માટે વ્યૂહાત્મક વ્હીકલ ફાઇનાન્સિંગ ભાગીદારી કરાઇ છે.

તમિલનાડુ ગ્રામ બેંકની સમગ્ર તમિલનાડુમાં 676 બ્રાન્ચ છે. કૃષિ અને રિટેઇલ લોન ઉપરાંત બેંક પાસે તમિલનાડુમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાતો માટેની પ્રોડક્ટ્સ છે. બેંક નાણાકીય સમાવેશને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી યોજનાઓને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે, જેનો હેતુ સમાજના છેલ્લા માઇલ સુધી સુવિધાજનક બેંકિંગ સેવાઓ પહોંચાડવાનો છે.

અશોક લેલેન્ડ આજે કમર્શિયલ વ્હીકલની જરૂરિયાતોના સંપૂર્ણ સ્પેક્ટ્રમને પૂર્ણ કરવા માટે ટ્રક અને બસોની વ્યાપક શ્રેણી ઓફર કરે છે, જેમાં ઇન્ટરસિટી લાઇટ કમર્શિયલ વ્હીકલથી લઈને લાંબા અંતરના ટ્રક અને વિવિધ પ્રકારની બસો સામેલ છે. અશોક લેલેન્ડના વાહનો સલામત પરિવહન અને ડ્રાઇવર-ફ્રેન્ડલી વિકલ્પો સુનિશ્ચિત કરે છે. ટ્રક અને બસ સેગમેન્ટમાં ટેકનોલોજીકલ નવીનતામાં અગ્રેસર હોવા તરીકે અશોક લેલેન્ડ વૈકલ્પિક ઇંધણ દ્વારા સંચાલિત બસોની શ્રેણીથી સંપૂર્ણપણે સજ્જ છે, જે ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)