મુંબઇ, 20 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ. (જેએફએસએલ)ને ડિમર્જ કરવા સાથે શેરબજારો ખાતે અલગ એન્ટિટિ તરીકે લિસ્ટેડ કરાવી છે. આજે સ્ટોક એક્સચેન્જમાં સ્પેશિયલ પ્રી-ઓપન કોલ ઓક્શન સેશનના અંત બાદ, Jio ફાયનાન્સિયલ શેરની બજાર કિંમતનું મૂલ્યાંકન પ્રતિ શેર રૂ. 261.85 નિર્ધારિત કરવામાં આવ્યું છે.

RILએ જાહેરાત કરી છે કે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની ડિમર્જર પછીની એક્વિઝિશન વેલ્યૂ 4.68 ટકા છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું નામ બદલીને હવે Jio Financial Services Limited (JFSL) રાખવામાં આવ્યું છે. ગુરુવારે બજાર બંધ થવાના સમયે, BSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ રૂ. 2619 હતો.

પ્રી-ઓપન ટ્રેડિંગ સેશનનું આયોજનઃ ગુરુવારે સવારે 09થી 09:45 સુધીના BSE અને NSE પર સ્પેશિયલ પ્રો-ઓપન ટ્રેડિંગ સેશનમાં ડિમર્જ્ડ કંપનીની માર્કેટ વેલ્યુની ગણતરી કરવામાં આવી હતી. આ અંતર્ગત સવારે 10 વાગ્યા સુધી RILના શેરમાં કોઈ સામાન્ય ટ્રેડિંગ થયું ન હતું. Jio Financial Services Limited મુખ્ય ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે પરંતુ લિસ્ટિંગ સુધી આ સ્ટોકમાં ટ્રેડિંગ થશે નહીં. આ સ્ટોકનું લિસ્ટિંગ આગામી બેથી ત્રણ મહિનામાં થઈ શકે છે અને એવું માનવામાં આવે છે કે રિલાયન્સની આગામી એજીએમમાં તેની જાહેરાત થઈ શકે છે. બુધવાર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવનારા શેરધારકો 1:1માં JFSL શેર મેળવવા માટે પાત્ર બનશે. ઉદાહરણ તરીકે, જો તમે 19 જુલાઈ સુધી RILના 100 શેર ધરાવો છો, તો તમને JFSLના 100 શેર મળશે. NSE Jio Financialને અસ્થાયી રૂપે નિફ્ટી50, નિફ્ટી100, નિફ્ટી200, નિફ્ટી500 અને 15 વધુ ઈન્ડાઈસિસમાં સમાવવામાં આવશે. જો કે, લિસ્ટિંગ સુધી, JFSLના શેરની કિંમત એ જ રહેશે.