શેરબજારોમાં તેજીની આગેકૂચ સાથે આજે ITCનો શેર 2.78 ટકા એટલેકે રૂ. 13.30ના ઉછાળા સાથે રૂ. 492.15ની નવી ટોચે બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 493.50ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગુરુવારે પણ ઘરેલૂ શેરબજારમાં ઉતાર-ચઢાવ ભર્યા ટ્રેડિંગ બાદ તેજી આગળ વધી હતી અને નવી ટોચ રચાઈ હતી. જોકે, સવારે પ્રારંભ નેગેટિવ થયો હતો. આઈટી અને ટેકનો શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગથી શેરબજાર ડાઉન હતું પરંતુ, તેની સામે બેન્ક, ફાઈનાન્શિયલ, ફાર્મા, ઓઈલ-ગેસ અને એનર્જી શેરોમાં લેવાલીથી બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. બીએસઈ SENSEX 474 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે NIFTY પણ 19900ની મનોવૈજ્ઞાનિક સપાટી ઉપર બંધ રહ્યો હતો.આજે આઈટીસીના શેરમાં 3 ટકા સુધીની તેજી જોવા મળી હતી જ્યારે ઈન્ફોસિસના શેર 2 ટકા ગગડ્યા હતા.

આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડીમર્જર્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસ યૂનિટ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની શેર વેલ્યૂ નિર્ધારિત કરવા માટે સ્પેશ્યલ સેશન યોજાયું હતું જેમાં તેના ભાવ 261.85 રૂપિયા પડ્યા હતા કે જે, દલાલ સ્ટ્રીટના 160-190 રૂપિયા સુધીના અંદાજની સરખામણીમાં ઘણા વધારે છે.

બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી આઈટી, ટેકનો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક, ફાઈનાન્શિયલ, એફએમસીજી, ફાર્મા,ઓઈલ-ગેસ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.05 અને 0.19 ટકા વધીને બંધ રહ્યા હતા.