SS રિટેલ લિમિટેડનો IPO 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 403- 424
| આઇપીઓ ખૂલશે | 16 સપ્ટેમ્બર |
| આઇપીઓ બંધ થશે | 18 સપ્ટેમ્બર |
| એન્કર બુક બિડિંગ | 15 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 403-424 |
| લોટ સાઇઝ | 32 શેર્સ |
| એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ. 25 |
| રિટેલ પોર્શન | 35 ટકા |
| આઇપીઓ સાઇઝ | 1,18,10,182 શેર્સ |
| આઇપીઓ સાઇઝ | ₹500 કરોડ |

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026: SS રિટેલ લિમિટેડે (‘SS Retail) તેના ઇક્વિટી શેરના IPOની જાહેરાત કરી છે. ઓફરની વિગતો મુજબ ઓફરમાં ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 3,600.00 મિલિયન સુધીની છે. આ ઉપરાંત, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સિદ્ધાર્થ ગુણવંત શાહ, દીપા સિદ્ધાર્થ શાહ, હર્ષલ કિશોર પારેખ અને ભાવિની હર્ષલ પારેખ તેમજ અન્ય શેર વેચનારા હિસ્સેદાર રાખી નરેન્દ્ર ફિરોદિયા દ્વારા ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે, જેની કુલ કિંમત રૂ. 1,400.00 મિલિયન સુધીની છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીના પ્રમોટર્સ: સિદ્ધાર્થ ગુણવંત શાહ, દીપા સિદ્ધાર્થ શાહ, હર્ષલ કિશોર પારેખ અને ભાવિની હર્ષલ પારેખ.
SS રિટેલ મોબાઇલ ફોન, એસેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટેની મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન છે. કંપની હાલમાં 5 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા અને ગુજરાતનો સમાવેશ થાય છે (નાણાંકીય વર્ષ 2027માં કામગીરી શરૂ કરી હતી).
SS રિટેલ મેટ્રો શહેરો, મિની મેટ્રો શહેરો, ટિયર-1 શહેરો, ટિયર-2 શહેરો તથા ટિયર-3 અને તેનાથી આગળના શહેરો સહિત વિવિધ પ્રકારનાં શહેરોમાં અનેક પ્રોડક્ટ કેટેગરીમાં વેપાર કરે છે. જોકે, કંપનીનું મુખ્ય ધ્યાન ટિયર-2 અને ટિયર-3 તથા તેનાથી આગળના શહેરોમાં મોબાઇલ ફોન અને એસેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યું છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપની ભારતમાં 503 સ્ટોર ચલાવતી હતી, જેમાંથી 458 સ્ટોર મહારાષ્ટ્રમાં હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ સંખ્યાને કારણે કંપની પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં તેમજ મહારાષ્ટ્રમાં સૌથી મોટી મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે સ્થાન ધરાવે છે અને તેના સમકક્ષ સ્પર્ધકોમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મોટી મોબાઇલ રિટેલ ચેઇન છે.
કંપનીના સ્ટોર્સની સંખ્યા વધી 503 થઇ ગઇ
વર્ષો દરમિયાન કંપનીએ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો છે અને તેના સ્ટોરની સંખ્યા 31 માર્ચ, 2024ના રોજ 109 શહેરોમાં 236 સ્ટોરથી વધીને 31 માર્ચ, 2026ના રોજ 215 શહેરોમાં 503 સ્ટોર થઈ છે. આ સમયગાળા દરમિયાન સ્ટોરની સંખ્યામાં 45.99 ટકાના સીએજીઆરથી વધારો થયો છે. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ વૃદ્ધિને કારણે કંપની દેશની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ રિટેલ ચેઇન્સમાંની એક બની છે. વધુમાં, નોલેજ કંપની રિપોર્ટ મુજબ, કંપનીનો આ વૃદ્ધિ દર તેના સમકક્ષ સ્પર્ધકોમાં માત્ર બીજો સૌથી ઊંચો દર જ નથી, પરંતુ આ જ સમયગાળા દરમિયાન સમકક્ષ કંપનીઓના 19.29 ટકાના સરેરાશ વૃદ્ધિ દર કરતાં આશરે 2.4 ગણો વધારે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીના સ્ટોર કુલ 2,41,365 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2026માં કંપનીનું પ્રતિ ચોરસ ફૂટ વેચાણ રૂ. 1,46,347.03 હતું, જે તેના સમકક્ષ સ્પર્ધકોમાં સૌથી વધુ હતું. આ બાબત કંપનીના વિવિધ પ્રકારના સ્ટોરમાં ઉપલબ્ધ જગ્યાના કાર્યક્ષમ ઉપયોગ અને સ્ટોરની સારી ઉત્પાદકતા દર્શાવે છે.
કંપનીની મુખ્ય ત્રણ બ્રાન્ડઃ ‘SS મોબાઇલ’, ‘મોબાઇલ એક્સચેન્જવાલા’ અને ‘ધ મોબાઇલ સ્પેસ’
કંપની મુખ્યત્વે તેની 3 બ્રાન્ડ ‘SS મોબાઇલ’, ‘મોબાઇલ એક્સચેન્જવાલા’ અને ‘ધ મોબાઇલ સ્પેસ’ મારફતે કામગીરી કરે છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ ઓલિનિયો નેક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ઓલિનિયો)માં 51.04 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. ઓલિનિયો પણ આ જ પ્રકારના વ્યવસાયમાં કાર્યરત છે. 31 માર્ચ, 2026 સુધીમાં ઓલિનિયોના 34 સ્ટોર હતા અને આ તમામ સ્ટોર મહારાષ્ટ્રમાં કાર્યરત હતા. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ “GIZMORE” બ્રાન્ડ પણ હસ્તગત કરી હતી, જે બીટુબી રિટેલ એસેસરીઝ બ્રાન્ડ છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
| સમગાળો | 31 Mar 2026 | 31 Mar 2025 | 31 Mar 2024 |
| એસેટ્સ | 575.42 | 389.44 | 278.25 |
| કુલ આવકો | 2,352.85 | 1,599.96 | 1,208.04 |
| કર બાદ નફો | 59.28 | 39.86 | 26.65 |
| EBITDA | 125.15 | 80.44 | 56.50 |
| નેટવર્થ | 225.71 | 141.37 | 101.51 |
| અનામતો | 159.59 | 128.18 | 88.52 |
| કુલ દેવાં | 162.59 | 125.36 | 110.43 |
લિસ્ટિંગઃ ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
લીડ મેનેજર્સ: આનંદ રાઠી એડવાઈઝર્સ, એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસીસ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
