વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ આવક રૂ. 1,071,174 કરોડ ($ 125.3 બિલિયન), Y-O-Y 7.1% વૃધ્ધિવિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 183,422 કરોડ ($ 21.5 બિલિયન), Y-O-Y 2.9% વૃધ્ધિ
વાર્ષિક કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 81,309 કરોડ ($ 9.5 બિલિયન), Y-O-Y 2.9% વૃધ્ધિજિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 26,109 કરોડ, Y-O-Y 21.9% વૃધ્ધિ
રિલાયન્સ રિટેલનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 12,392 કરોડ, Y-O-Y 11.6% વૃધ્ધિરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેર દીઠ રૂ. 5.5નું ડિવિડન્ડ જાહેર કર્યું

ઓઇલથી માંડીને કેમિકલ્સ સુધીના વ્યાપારે મજબૂત પ્રદર્શન કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નબળી સમગ્રલક્ષી-આર્થિક પરિસ્થિતિઓ અને બદલાતા ભૂ-રાજકીય ફલક સાથે FY2025 વાસ્તવમાં વૈશ્વિક વ્યાપારના વાતાવરણ માટે અત્યંત પડકારજનક વર્ષ રહ્યું છે. ઓપરેશનલ અનુશાસન, ગ્રાહક-કેન્દ્રિત નવીનતા અને ભારતની વૃદ્ધિલક્ષી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પર અમે ધ્યાન કેન્દ્રિત કરતાં રિલાયન્સને આ વર્ષ દરમિયાન સ્થિર નાણાકીય પ્રદર્શન કરવામાં મદદ સાંપડી છે. ઊર્જા બજારોમાં વ્યાપક અસ્થિરતા હોવા છતાં ઓઇલથી માંડીને કેમિકલ્સ સુધીના વ્યાપારે મજબૂત પ્રદર્શન કર્યું હતું. ડાઉનસ્ટ્રીમ કેમિકલ્સ બજારોમાં માંગ-પૂરવઠાની સમતુલા સાવ ખોરવાઈ જતાં વર્ષો-વર્ષના નીચા માર્જિન જોવા મળ્યા છે. અમારી બિઝનેસ ટીમે વેલ્યુ ચેઈન્સમાં માર્જિન કેપ્ચર વધારવા એકીકૃત કામગીરી અને ફીડસ્ટોક પડતરોનું ઑપ્ટિમાઇઝેશન સુનિશ્ચિત કર્યું હતું. અમારા KGD6 અને CBM બ્લોક્સમાંથી વધુ ઊંચા ઉત્પાદનને લીધે ઓઈલ એન્ડ ગેસ બિઝનેસે અત્યાર સુધીની પોતાની સૌથી વધુ વાર્ષિક EBITDA નોંધાવી હતી.

રિટેલ સેગમેન્ટે પણ સાતત્યપૂર્ણ વૃદ્ધિ દર્શાવી હતી. FY25માં, અમારા સ્ટોર નેટવર્કના વ્યૂહાત્મક રિકેલિબ્રેશન પર બિઝનેસે ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનો હેતુ ઓપરેશનલ કાર્યક્ષમતા અને લાંબાગાળાના સાતત્યને સુધારવાનો હતો. અમારા વિસ્તરેલા પ્રોડક્ટ કેટલોગ અને તમામ ફોર્મેટમાં યુઝર એક્સપિરિયન્સે ગ્રાહકના જોડાણને વધુ મજબૂત બનાવ્યું. ઝડપી હાઇપરલોકલ ડિલિવરી માટેની પહેલે પણ બજારમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે, જે યુઝર્સ સાથે મજબૂત રીતે જોડાયેલી છે. અમારી ઓમ્ની-ચેનલ ઓફરિંગ્સ અને વ્યાપક ઉપસ્થિતિ રિલાયન્સ રિટેલને તેના તમામ ગ્રાહકોને વધુ ચડિયાતું મૂલ્ય પહોંચાડવાનું જાળવી રાખવા માટે સક્ષમ બનાવશે.

અમારા ડિજિટલ સર્વિસિસ બિઝનેસે વિક્રમી રેવન્યુ અને નફાના આંકડા હાંસલ કર્યા છે. સબસ્ક્રાઇબર બેઝમાં સ્થિર વૃદ્ધિ, ઈમ્પ્રુવિંગ મિક્સ અને વધતા યુઝર એંગેજમેન્ટ મેટ્રિક્સે કમાણીમાં વૃદ્ધિ નોંતરી છે. અમારી 5G સર્વિસીઝની દૃઢ સ્વીકૃતિ અને અમારી હોમ બ્રોડબેન્ડ ઓફરિંગ્સનો વ્યાપ મજબૂત રીતે વધવાની સાથે સબ્સ્ક્રાઇબર્સ અને હોમ-કનેક્ટ્સની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે. જિયોએ નવતર પહેલોમાં રોકાણ કરવાનું ચાલુ રાખવાની સાથે, AI ક્ષમતાઓ અને નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ભારતના ડિજિટલ ભવિષ્યને આકાર આપશે.

FY25 દરમિયાન, અમે રિન્યુએબલ એનર્જી અને બેટરી ઓપરેશન્સમાં અમારા પ્રોજેક્ટ્સ માટે મજબૂત પાયો નાંખ્યો છે. આગામી ક્વાર્ટરમાં, આપણે આ બિઝનેસને ઇન્ક્યુબેશનના સ્તરથી ઉત્ક્રાંતિ પામીને ઓપરેશનલાઇઝેશનના સ્તરે પહોંચતા જોઈશું. હું દ્રઢપણે માનું છું કે ન્યૂ એનર્જી ગ્રોથ એન્જિન એ રિલાયન્સ, ભારત અને સમગ્ર વિશ્વ માટે નોંધપાત્ર મૂલ્યસર્જન કરશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)