ગિરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ ગૂંજતો રહેશે
અમદાવાદ, 30 જુલાઇઃ એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ…
