NCDEX ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવ વધ્યા: જીરામાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૨ માર્ચ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ ખરીદી જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ગુવારેક્ષ આજે સવારે ૭૫૪૭.૧૦ ખુલી સાંજે ૭૫૪૩.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૩૭રૂ. ખુલી ઉંચામાં ૭૫૩૭ તથા નીચામાં ૭૫૩૭રૂ. થઇ સાંજે ૭૫૩૭રૂ. બંધ રહ્યા…
