મુંબઇ, ૧૬ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદત નજીક આવતી હોવાથી નવી ખરીદીનાં અભાવે એકંદરે વેચવાલી જોવા મળી હતી. જેથી અમુક કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૩૦ ખુલી સાંજે ૭૨૭૭.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૯૮રૂ. ખુલી ઉંચામાં ૭૪૯૮ તથા નીચામાં ૭૪૯૮રૂ. થઇ સાંજે ૭૪૯૮રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવારગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૫૮ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૨ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.  NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ,ગુવાર સીડ, જીરૂ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ તથા કપાસનાં  ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૪૦રૂ. ખુલી ૬૪૮૨ રૂ., દિવેલનાં ભાવ ૧૩૩૧રૂ. ખુલી ૧૩૩૧રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૭૭રૂ. ખુલી ૨૬૦૦રૂ., ધાણા ૬૮૬૦રૂ. ખુલી ૬૮૪૬રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૫૫રૂ. ખુલી ૫૪૪૯રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૫૦૧રૂ. ખુલી ૧૧૨૪૭રૂ., જીરાનાં ભાવ ૩૧૯૯૫રૂ. ખુલી ૩૧૮૪૦રૂ., કપાસનાં ભાવ ૧૫૪૭.૦૦રૂ. ખુલી ૧૫૫૬.૦રૂ., સ્ટીલના ભાવ ૪૯૫૦૦ ખુલી ૪૯૪૦૦રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૭૬ રૂ. ખુલી ૬૭૩૪રૂ. બંધ રહ્યા હતા.