મુંબઇ, ૧૫ માર્ચ: હાજર બજારોમાં જ્રરૂરિયાત પ્રમાણે ખરીદી નીકળતાં અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૩૫.૮૦ ખુલી સાંજે ૭૫૪૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૭૬રૂ. ખુલી ઉંચામાં ૭૫૭૬ તથા નીચામાં ૭૫૭૬રૂ. થઇ સાંજે ૭૫૭૬રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૦૮ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૨૬ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા,  ગુવાર ગમ, ગુવાર સીડ તથા જીરાનાં  ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૫૦રૂ. ખુલી ૬૫૪૦ રૂ., દિવેલનાં ભાવ ૧૩૩૧રૂ. ખુલી ૧૩૩૧રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૪૭રૂ. ખુલી ૨૫૬૯રૂ., ધાણા ૬૮૩૮રૂ. ખુલી ૬૮૬૬રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૨૫રૂ. ખુલી ૫૬૫૦રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૬૯૭રૂ. ખુલી ૧૧૭૬૪રૂ., જીરાનાં ભાવ ૩૧૮૨૫રૂ. ખુલી ૩૧૮૯૦રૂ., કપાસનાં ભાવ ૧૫૫૮.૦૦રૂ. ખુલી ૧૫૫૪.૦રૂ., સ્ટીલના ભાવ ૫૦૪૦૦ ખુલી ૫૦૨૯૦રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૧૮ રૂ. ખુલી ૬૭૭૬રૂ. બંધ રહ્યા હતા.