મુંબઇ, ૧૪ માર્ચ: હાજર બજારોમાં નવા માલની આવકો ઘટતા કૄષિ કોમોડિટીમાં અચાનક નીકળેલી લેવાલીનાં પગલે વાયદામાં પણ આ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે વાયદાઓમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  મામુલી વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૮૭.૨૦ ખુલી સાંજે ૭૫૮૭.૭૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૬૦૧ રૂ. ખુલી ઉંચામાં ૭૬૦૧ તથા નીચામાં ૭૬૦૧ રૂ. થઇ સાંજે ૭૬૦૧ રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે જ્યારે મસાલા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં વાયદા કારોબાર ૧૬૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૫૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ, કપાસ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  ગુવાર ગમ તથા ગુવાર સીડનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૩૦ રૂ. ખુલી ૬૫૪૨રૂ., દિવેલનાં ભાવ ૧૩૪૨ રૂ. ખુલી ૧૩૪૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૨૫ રૂ. ખુલી ૨૫૨૮ રૂ., ધાણા ૬૮૧૦ રૂ. ખુલી ૬૮૩૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૭૫ રૂ. ખુલી ૫૬૦૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૮૫ રૂ. ખુલી ૧૧૬૯૭ રૂ., જીરાનાં ભાવ ૩૧૦૦૦ રૂ. ખુલી ૩૧૯૭૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૨.૦૦ રૂ. ખુલી ૧૫૫૮.૦ રૂ., સ્ટીલના ભાવ ૫૦૧૦૦ ખુલી ૫૦૩૦૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૭૦રૂ. ખુલી ૬૭૮૬ રૂ. બંધ રહ્યા હતા.