ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીએ સાણંદમાં નવા એકમમાંથી પ્રથમ કાર બહાર પાડી
સાણંદ, 12 જાન્યુઆરીઃ ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ. (TPEM)એ સાણંદમાં તેની નવી ફેક્ટરીમાંથી પ્રવાસી વાહનોના ઉત્પાદનની શરૂઆત કરી હતી. ટીપીઈએમના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રા અને પેસેન્જર તથા ઈલેક્ટ્રિક વેહિકલ્સ વેપારોની આગેવાનોની ટીમની હાજરીમાં વિશ્વ કક્ષાના એકમમાંથી પ્રથમ ટાટા બ્રાન્ડેડ કાર રજૂ કરી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક…
