સાણંદ,  12 જાન્યુઆરીઃ ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ. (TPEM)એ સાણંદમાં તેની નવી ફેક્ટરીમાંથી પ્રવાસી વાહનોના ઉત્પાદનની શરૂઆત કરી હતી. ટીપીઈએમના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રા અને પેસેન્જર તથા ઈલેક્ટ્રિક વેહિકલ્સ વેપારોની આગેવાનોની ટીમની હાજરીમાં વિશ્વ કક્ષાના એકમમાંથી પ્રથમ ટાટા બ્રાન્ડેડ કાર રજૂ કરી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, સાણંદમાં નવા ટીપીઈએમ એકમમાં અમે 12 મહિનાના ટૂંકા સમયગાળામાં ફેક્ટરી સફળતાથી રિટૂલ્ડ કરી છે. નવું એકમ વાર્ષિક 3,00,000 યુનિટ્સની વધારાની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતા ઉજાગર કરશે, જે વાર્ષિક 4,20,000 યુનિટ્સ સુધી લઈ જવાનો નિર્ધાર છે. ઔદ્યોગિક કેન્દ્ર જીઆઈડીસી સાણંદમાં સ્થિત જીઆઈ પુરવઠાદારોના મજબૂત નેટવર્કને પહોંચ સાથે આ નવું એકમ 10 જાન્યુઆરી, 2023ના રોજ ફોર્ડ ઈન્ડિયા પાસેથી હસ્તગત કરાયું હતું.

પ્લાન્ટ હાલમાં 1000થી વધુ કર્મચારી (કર્મચારીઓ અને ટેક્નિશિયનો સહિત) ધરાવે છે અને ઉત્પાદન વધારવાની યોજનાના ભાગરૂપ પ્રદેશમાં આગામી 3-4 મહિનામાં 1000 વધારાની નોકરીઓ નિર્માણ કરશે. ટાટા મોટર્સે લાગુ અનુસાર ડિપ્લોમા, બેચલર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર્સ ડિગ્રી પૂરી પાડીને તેના કાર્યબળની કુશળતા વધારી છે. સક્ષમતા પ્રત્યે ટાટા મોટર્સની કટિબદ્ધતાના ભાગરૂપ પ્લાન્ટમાં 50 કિલોવેટ સોલાર રૂફટોપ સ્થાપિત કરાયું છે. આ વોટર ન્યુટ્રલ પ્લાન્ટ છે અને ડિસેમ્બર 2024 સુધી જળ હકારાત્મક બનવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)