TCS, Infosysના મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે આઈટી શેરોમાં તેજી, Nifty IT Index 5% વધ્યો
અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટીસીએસ, ઈન્ફોસિસના આકર્ષક Q3 પરિણામોના પગલે આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે. એચસીએલ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો વધવાની અપેક્ષા સાથે આઈટી શેરો 9 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ અને S&P BSE IT ઈન્ડેક્સ 5.5 ટકા ઉછાળે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. ઈ મુદ્રાનો શેર સૌથી વધુ…
