અમદાવાદ, 10 માર્ચઃ તાતા ગ્રૂપની તાતા ટેક્નોલોજીસે આઈપીઓ (Tata Technologies IPO) લાવવા માટે બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ સબમિટ કર્યા છે. આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. આ IPO અંતર્ગત તાતા ટેક્નોલોજીસની પ્રમોટર કંપની ટાટા મોટર્સ અને અન્ય બે વર્તમાન શેરધારકો શેર ઓફર કરશે. ટાટા મોટર્સે આ અંગે જણાવ્યું હતું કે, તાતા મોટર્સ લિમિટેડની પેટા કંપની તાતા ટેક્નોલોજીએ IPO માટે 9 માર્ચ, 2023ના રોજ સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા છે. IPO હેઠળ પ્રમોટર કંપની અને અન્ય બે શેરધારકો 95,708,984 ઇક્વિટી શેર ઓફર કરશે. ડેટા મુજબ, ટાટા મોટર્સ તાતા ટેક્નોલોજીમાં 74.42 ટકા હિસ્સો ધરાવે છે. સિંગાપોર સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ કંપનીમાં 8.96 ટકા હિસ્સો ધરાવે છે. તાતા કેપિટલ ગ્રોથ ફંડમાં 4.48 ટકા હિસ્સો છે. ડિસેમ્બરમાં તાતા મોટર્સના બોર્ડે આઈપીઓ દ્વારા ટાટા ટેક્નોલોજીસમાં કંપનીનો હિસ્સો આંશિક રીતે ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Tata Technologiesની કામગીરી એક નજરે

તાતા મોટર્સનું એન્જિનિયરિંગ એકમ ઓટોમોટિવ, એરોસ્પેસ, ઔદ્યોગિક ભારે મશીનરી અને વધુ સાથે કામ કરે છે. ગ્લોબલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની તરીકે, ટાટા ટેક્નૉલૉજી કંપનીઓને બહેતર પ્રોડક્ટ્સ વિકસાવવા માટે ડિજિટલ ટેક્નોલોજી અને પરંપરાગત એન્જિનિયરિંગને જોડવામાં મદદ કરે છે.

કંપનીની નાણાકીય કામગીરી

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં કંપનીએ રૂ. 3,011.8 કરોડની આવક નોંધાવી હતી. આ વાર્ષિક ધોરણે 15.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન કંપનીનો નફો રૂ. 407.5 કરોડ હતો.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ

JM Financial, Citigroup Global Markets, and BofA Securities