IPO ખૂલશે25 સપ્ટેમ્બર
IPO બંધ થશે27 સપ્ટેમ્બર
એન્કર બીડ22 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસ બેન્ડરૂ.280-300
લોટ50 શેર્સ
કુલ ઇશ્યૂ સાઇઝરૂ. 640 કરોડ
IPO ટાઇપBook Built Issue
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 22 સપ્ટેમ્બર: અપડેટર સર્વિસીસ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 280-300ના પ્રાઇસબેન્ડ ધરાવતાં  રૂ. 4,000.00 મિલિયન (“ફ્રેશ ઈશ્યૂ”) સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ સાથે તા. 25 સપ્ટેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 22 સપ્ટેમ્બર હશે.

ઇશ્યૂ તા. 27 સપ્ટેમ્બરે બંધ થશે. બિડ ઓછામાં ઓછા 50 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઈક્વિટી શેરના ગુણાંકમાં કરવાની રહેશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.

Updater Services નાણાકીય કામગીરી (રૂ.કરોડ)

PeriodMar21Mar22Mar23
એસેટ્સ579.49874.571,216.95
આવકો1,216.351,497.892,112.09
ચોખ્ખો નફો47.5657.3734.61
નેટવર્થ285.26340.43380.89
કુલ દેવા11.6158.68176.54

કંપનીની કામગીરી અને ઇતિહાસ

1990માં સ્થપાયેલી, અપડેટર સર્વિસીસ લિમિટેડ ફેસિલિટી મેનેજમેન્ટ સેવાઓ અને બિઝનેસ સપોર્ટ સેવાઓ (“BSS”) ઓફર કરે છે. કંપની બિઝનેસ-ટુ-બિઝનેસ (“B2B”) સર્વિસ સ્પેસમાં બિઝનેસ સેવાઓનું સ્પેક્ટ્રમ ઑફર કરે છે, જે વ્યાપકપણે બે સેગમેન્ટમાં વર્ગીકૃત કરવામાં આવી છે. અપડેટર સર્વિસીસ લિમિટેડ એ સમગ્ર ભારતની પ્લેયર છે, જેમાં 30 જૂન, 2023 સુધીમાં ભારતમાં આવેલી 116 ઓફિસો અને વિદેશમાં આવેલી 13 ઓફિસો સાથે 4,331 સ્થાનો (સ્ટાફિંગ સ્થાનો સિવાય) 129 પોઈન્ટ્સથી મેનેજ થાય છે.

IFM અને અન્ય સેવાઓ સેગમેન્ટBSS સેગમેન્ટ
ઉત્પાદન સહાયક સેવા, સોફ્ટવેર સેવા, એન્જિનિયરિંગ સેવા, વૉશરૂમ સ્વચ્છતા, વેરહાઉસ મેનેજમેન્ટ, સ્ટાફિંગસબસિડિયરી, મેટ્રિક્સ દ્વારા ઓડિટ અને ખાતરી સેવાઓ પ્રદાન કરે છે. UDS દ્વારા એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા, વેચાણ સક્ષમ સેવાઓ

ઇશ્યૂના ઑબ્જેક્ટ્સ એટ એ ગ્લાન્સઃ

રૂ. 1,330.00 મિલિયનની રકમની ચૂકવણીરૂ.800.00 મિલિયન ઈનઓર્ગેનિક પહેલ માટે
રૂ.1150 મિલિયન કાર્યકારી મૂડી જરૂરિયાતો માટેસામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે

ઇશ્યૂના લીડ મેનેજર્સ: આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ જયારે એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ છે.