ફંડ હાઉસUTI મ્યુચ્યુઅલ ફંડ
એનએફઓ ઓપન21 જુલાઇ-23
એનએફઓ ક્લોઝ4 ઓગસ્ટ-23
ફંડ મેનેજરસચીન ત્રિવેદી, અનુરાગ મિત્તલ
ટાઇપઓપન એન્ડેડ
કેટેગરીહાઇબ્રીડ,
ડાયનેમિક એસેટ એલોકેશન
ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટરૂ. 5000
પ્લાન્સGrowth, IDCW
લોકઇન પિરિયડNA
બેન્ચમાર્કNIFTY 50 Hybrid
Composite
debt 50:50 Index
એન્ટ્રી લોડશૂન્ય

અમદાવાદ, 19 જુલાઇઃ રોકાણકારોને એસેટ એલોકેશન સોલ્યુશન પૂરું પાડવાનાં આ પ્રયાસનાં ભાગ રૂપે UTI મ્યુચ્યુઅલ ફન્ડ 21 જુલાઇ, 2023નાં રોજ UTI બેલેન્સ્ડ એડવાન્ટેજ ફન્ડ લોંચ કરશે. આ મોડલ ગાઇડેડ એસેટ એલોકેશન સ્ટ્રેટેજી છે, જે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ વચ્ચે એસેટનું ડાઇનેમિક રીતે સંચાલન કરે છે. આ ફન્ડનાં મેનેજર સચીન ત્રિવેદી (ઇક્વિટી) અને અનુરાગ મિત્તલ (ફિક્સ્ડ ઇન્કમ) છે.

UTI મ્યુચ્યુઅલ ફંડ વિશે

ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનાં પ્રણેતા UTI એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ છેલ્લાં છ દાયકાથી દેશનાં મૂડી બજારનાં વિકાસમાં પ્રદાન કરતી આવી છે. 30 જૂન, 2023નાં રોજ સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની ત્રિમાસિક સરેરાશ એયુએમ રૂ. 2.48 લાખ કરોડ હતી. યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની આઠમું મોટું મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસ છે અને UTI ફાઇનાન્સિયલ સેન્ટર્સ (UFCs), મ્યુચ્યુઅલ ફ્ન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ અને જિલ્લા સહયોગીઓની મદદથી દેશનાં ખૂણે ખૂણે હાજરી ધરાવે છે.

UTIના હેડ ઓફ ઇક્વિટી રિસર્ચ અને ફન્ડ મેનેજર સચીન ત્રિવેદીએ મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોમાં વૃધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રોકાણકારો ઘણી વાર વેલ્યુએશનને બદલે સેન્ટિમેન્ટને આધારે રોકાણનાં નિર્ણયો લેતા હોય છે, જેને કારણે વળતર પર અસર પડે છે. વેલ્યુએશન ડ્રિવન મોડલ પર આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી અને ઇક્વિટી તથા ફિક્સ્ડ ઇન્કમમાં ડાઇનેમિકલી રીબેલેન્સ પોર્ટફોલિયો રોકાણકારોને તેમનાં મનોવૈજ્ઞાનિક અવરોધો પાર કરવામાં મદદ કરી શકે છે.

શું હશે ફંડની વિશેષતાઓ

મિનિમમ 30 અને મેક્સિમમ 90 ટકા ઇન્વેસ્ટમેન્ટ લાર્જકેપ ઇક્વિટી માટે કરાશેફિક્સ્ડ ઇન્કમ માટે જી- સેક, એએએ રેટિંગ ધરાવતાં પેપર્સમાં મૂડીરોકાણ કરાશે

કયા કયા ફન્ડામેન્ટલ રેશિયોનું રખાશે ધ્યાન

ફોરવર્ડ પીઈ રેશિયોબુકવેલ્યૂ
ડિવિડન્ડ યિલ્ડયિલ્ડ ગેપ

ઉદ્યોગની AUM 5 વર્ષમાં રૂ. 8.11 લાખ કરોડથી વધી રૂ. 44.39 લાખ કરોડ

ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગે છેલ્લાં પાંચ વર્ષમાં તેનાં કદમાં બમણી વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જૂન, 2018માં રૂ. 8.11 લાખ કરોડથી વધીને જૂન, 2023માં રૂ.44.39 લાખ કરોડ થઈ છે. અર્થતંત્રએ એકંદર વેગ પકડતાં, ઊંચી ખર્ચપાત્ર આવક અને તેને કારણે ઘરમાં રોકાણ માટે ફાજલ રકમ બચવાથી ભારતમાં મ્યુચ્યુઅલ ફન્ડ ગ્રોથ સ્ટોરી પણ વેગ પકડે તેવી સંભાવના છે. ઘરગથ્થુ બચતનાં વધતા જતા ફાઇનાન્સિયલાઇઝેશન (નાણાકીય રોકાણ) અને નાણાકીય સાક્ષરતાને કારણે રોકાણકારો હવે બજારમાં રોકાણ સાથે સંકળાયેલાં જોખમ અને અસ્થિરતાથી સારી રીતે વાકેફ થઈ ગયા છે અને તેઓ નાણાની શ્રેષ્ઠ ફાળવણી માટે વિવિધ એસેટ ક્લાસમાં પોતાનાં રોકાણનું વૈવિધ્યીકરણ કરવા માંગે છે. જો કે, બજારનાં બદલાતા જતા પરિમાણો પ્રમાણે એસેટ ફાળવણીમાં અને પોર્ટફોલિયો રિબેલેન્સિંગમાં રોકાણકારો પડકારોનો સામનો કરે છે. ફન્ડ હાઉસિસ તેમની પ્રોડક્ટ ઓફર અને વિતરણનો વ્યાપ વધારવા માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં તેમની નિપુણતાનો લાભ લેવા સતત પ્રયાસશીલ હોય છે. T30 તરીકે અમદાવાદમાં ઉદ્યોગની કુલ એયુએમ મે, 2023માં રૂ. 1,37,474 કરોડ હતી.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)