મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે ન્યુ ફંડ ઓફર (એનએફઓ) –કેપિટલ લાર્જ કેપ ફંડ લોન્ચ કર્યું છે. એનએફઓ 10-24 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તે એક ઓપન એન્ડેડ ઇક્વીટી સ્કીમ છે જે મુખ્યત્વે લાર્જ-કેપ શેરમાં રોકાણ કરે છે. મોટે ભાગે 80% જેટલી ફાળવણી લાર્જ કેપ્સ તરફ રહેશે અને ફંડ BSE100TRI વિરુદ્ધ એક માપદંડ રહેશે.

કુલ બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારત હજુ પણ અમેરિકા અને ચીન કરતા પાછળ છે. બજાર મૂડીની દ્રષ્ટિએ પણ ટોચની 100 કંપનીઓમાં ભારતની ફક્ત ત્રણ કંપનીઓ છે. આગામી દાયકામાં તેનું અર્થતંત્ર ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવવાની શક્યતા સેવાય છે ત્યારે ટોચની 100 કંપનીઓમાં ભારત ટોચની 100 કંપનીઓની યાદીમાં વધુ નામો ઉમેરે તેવી શક્યતા છે.

લાર્જ-કેપ્સ ખાસ કરીને બજાર કે ઉદ્યોગ અગ્રણી હોય છે, જે વૈવિધ્યકૃત્ત આવક પ્રવાહો ધરાવે છે અને સામાન્ય રીતે મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે અને મિડ કેપ અને સ્મોલ કેપ હરીફોની તુલનામાં ઓછા ખર્ચવાળી મૂડીમાં ઍક્સેસ ધરાવતી હોય છે. આ ગુણધર્મો આર્થિક નબળાઇ દરમિયાન વધુ સ્થિર ઓપરેશન્લ પર્ફોમન્સમાં પરિણમ્યા હતા જે સામે વધુ સારા ડાઉસાઇડ કેપ્ચર રેશિયામાં પ્રતિબિંબીત થાય છે. ઐતિહાસિક રીતે લાર્જ કેપ ઇન્ડેક્સએ ઘટતા જતા બજાકમાં સંબંધિત રીતે વધુ સારી કામગીરી બજાવી છે

રોકાણકારો તેમના મધ્યમથી લઇને લાંબા ગાળાની એસઆઇપી માટે લાર્જ કેપ સેગમેન્ટની પસંદગી કરી શકે છે. જેમ જેમ રોકાણકારો તેમની રોકાણ હદમાં વધારો કરે છે તેમ તેમ વોલેટિલીટી ઘટે છે.

આ ફંડના ફંડ મેનેજર્સ તરીકે ઇક્વિટી માટે રમેશ મંત્રી, ડેટ માટે પિયુષ બરનવાલ, વિદેશી રોકાણ અને ઇક્વિટી માટે કુ. તૃપ્તી અગ્રવાલ અને શરીક મર્ચન્ટ (વિદશી રોકાણો) માટે રહેશે.