અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે આઇપીઓની સંખ્યાનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ તેમ ઇન્વસ્ટર્સના નાણાનો ફ્લો ઘટી રહ્યો હોવાનું જણાય છે. પ્રાઈમરી માર્કેટમાં આજે બે આઈપીઓ ખૂલ્યા છે તે પૈકી દક્ષિણ ભારતની એક એનબીએફસી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ આઈપીઓ માર્કેટમાંથી રૂ. 3422 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. જો કે, પ્રથમ દિવસે બંને આઈપીઓને ખાસ પ્રતિસાદ મળ્યો નથી.

આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓમાં રિટેલ પોર્શન 95 ટકા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 24 ટકા જ ભરાયો છે. જ્યારે ફાઈવ સ્ટાર બિઝનેસના આઈપીઓમાં રિટેલ પોર્શન 3 ટકા ભરાવા સાથે કુલ બે ટકા જ ભરાયો છે. બંને આઈપીઓ 11 નવેમ્બરે બંધ થશે.

ગ્રે માર્કેટમાં પ્રિમિયમ

ગ્રે માર્કેટમાં આજે આર્કિયન કેમિકલનુ ગ્રે પ્રિમિયમ 75થી 80 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યુ છે. જ્યારે ફાઈવ સ્ટાર બિઝનેસમાં ગ્રે પ્રિમિયમ 10થી 12 વચ્ચે રહ્યા હતા. આર્કિયનની પ્રાઈસ બેન્ડ 386-407 અને ઈશ્યૂ સાઇઝ રૂ. 1462 કરોડ છે. ફાઈવ સ્ટાર બિઝનેસ શેરદીઠ રૂ. 450-474 પ્રાઈસ બેન્ડ પર રૂ. 1960 કરોડ એકત્ર કરવા માગે છે.

આર્કિયને એન્કર ઈન્વેસ્ટર પાસેથી 658 કરોડ એકત્ર કર્યા

કંપનીએ 42 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 407ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 658 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારોને ફાળવવામાં આવેલા કુલ 1,61,67,991 ઇક્વિટી શેરમાંથી કુલ 21 સ્કીમ દ્વારા 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોને 98,28,072 ઇક્વિટી શેર (એટલે કે એન્કર રોકાણકારોને કુલ ફાળવણીના 61 ટકા)ની ફાળવણી કરવામાં આવી હતી.

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સઃ

Archean Chemical Indistries (પ્રથમ દિવસ)

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB0.04
NII0.36
Retail0.95
Total0.30

Five Star Business આઈપીઓ (પ્રથમ દિવસ)

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB0.03
NII0.01
Retail0.03
Total0.02

(સ્રોતઃ BSE)