અમદાવાદ, 10 જૂનઃ મોટાપાયે વ્યાપાર વિસ્તરણ કરનારા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સમાં નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2026 દરમિયાન ઓર્ડર વોલ્યુમની દ્રષ્ટિએ ભારતના સૌથી ઝડપથી વિકસી રહેલા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો લિમિટેડે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે.
આ ઓફરમાં રૂ. 8,010 કરોડ સુધીની રકમના ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 11,34,66,566 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઝેપ્ટો ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ
1. હાલના અને નવા વિસ્તારોમાં નવા ડાર્ક સ્ટોર્સ સ્થાપીને તેના ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક વિસ્તારવા
2. હાલના ડાર્ક સ્ટોર્સના લીઝ રેન્ટલ માટે
3. બ્રાન્ડ અંગે જાગૃતતા તથા વિઝિબિલિટી વધારવા માટે માર્કેટિંગ તથા બિઝનેસ પ્રમોશન પાછળના ખર્ચ માટે ઝેપ્ટો માર્કેટપ્લેસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા
4. અજાણ્યા સંપાદનો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ પૂરૂં પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
મોટાપાયે વ્યાપાર વિસ્તરણ કરનારા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સમાં નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2026 દરમિયાન ઓર્ડર વોલ્યુમની દ્રષ્ટિએ ઝેપ્ટો ભારતનું સૌથી ઝડપથી વિકસી રહેલું ક્વિક કોમર્સ પ્લેટફોર્મ છે અને આ સમયગાળા દરમિયાન ઝેપ્ટોનું ઓર્ડર વોલ્યુમ લગભગ 119.50 ટકાના સીએજીઆર પર વધ્યું છે. રેડસીઅરના રિપોર્ટ મુજબ આ વૃદ્ધિ ઉદ્યોગની વૃદ્ધિ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. ઝેપ્ટો ક્વિક કોમર્સ બિઝનેસ પર ધ્યાન આપી રહી છે અને તેનું લક્ષ્ય યુઝર્સને ઝડપી ડિલિવરી પૂરી પાડવાનું છે. નાણાંકીય વર્ષ 2026માં ફળો અને શાકભાજીથી માંડીને ઘરેલુ ઇલેક્ટ્રોનિક સાધનો અને કોસ્મેટિક્સ સુધીના સરેરાશ 46,623 એસકેયુ તેના પ્લેટફોર્મ પર લિસ્ટ થયા હતા (ડાર્ક સ્ટોરના સ્થળના સ્તરે) અને સાહજિક ડિજિટલ ઇન્ટરફેસ તથા 1,139 ડાર્ક સ્ટોર્સના નેટવર્ક દ્વારા મર્ચન્ટ પાર્ટનર્સ દ્વારા તેનું વેચાણ થયું હતું (31 માર્ચ, 2026ની તારીખ સુધીમાં).
કંપનીના ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક બેકેન્ડ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત છે જેના દ્વારા તેના મર્ચન્ટ પાર્ટનર્સ ઉત્પાદકો તથા બ્રાન્ડ્સ તરફથી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ પ્રોડક્ટ્સ ઓફર કરી શકે છે. આ સપ્લાય ચેઇન ઓટોમેટેડ છે, જેમાં 31 માર્ચ, 2026ના રોજ પૂરા થતા ત્રણ મહિના દરમિયાન ઓટોમેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દૈનિક 39,99,192 યુનિટ્સ પ્રોસેસ થયા હતા. ઉપરાંત, આ સપ્લાય ચેઇન મેનપાવર પ્રોડક્ટિવિટી મેનેજમેન્ટ, ઇન્વેન્ટ્રી ફોરકાસ્ટિંગ અને ટ્રેકિંગ તથા અન્ય કામગીરી માટે ઇન-હાઉસ સોફ્ટવેર પર કામ કરે છે.
ઝેપ્ટોના ડિલિવરી નેટવર્કમાં ગિગ ઇકોનોમી મોડલ પર સરેરાશ 2,86,670.33 એક્ટિવ ડિલિવરી પાર્ટનર્સ કામ કરે છે, જેમણે 31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રોજના સરેરાશ 23,33,488 ઓર્ડર્સ ડિલિવર કર્યા હતા
નાણાંકીય વર્ષ 2026 માટે ઝેપ્ટોએ રૂ. 22,623.58 કરોડની કુલ આવક તથા રૂ. 24,815.54 કરોડની નેટ રેવન્યુ વેલ્યુ (એનઆરવી) નોંધાવી હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2026 દરમિયાન દર વર્ષે વ્યવહારો કરતા 47.97 મિલિયન યુઝર્સને સેવાઓ પૂરી પાડી હતી. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન જાહેરખબરોની આવક રૂ. 1,635.73 કરોડ રહી હતી.
કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની યોજના છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
