બંધન બેન્ક અને સેન્ટ્રમ ફિનસર્વે 3-ઇન-1 ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ લોંચ કરવા ભાગીદારી કરી

કોલકતા, 9 June, 2026: બંધન બેન્કે સેન્ટ્રમ ગ્રૂપની ફુલ સર્વિસ બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ ફિનસર્વ લિમિટેડ સાથે એક જ પ્લેટફોર્મ પર બેન્કિંગ, ડીમેટ અને ટ્રેડિંગ સેવાઓ સંકલિત કરતી 3-ઇન-1 ઓફર લોંચ કરવા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી.

આ ઇન્ટીગ્રેટેડ ઓફર દ્વારા ગ્રાહકો બંધન બેન્કનાં વ્યાપક બ્રાન્ચ નેટવર્ક અને ડિજિટલ પ્લેટફોર્મનાં સહયોગથી સરળ, પેપરલેસ પ્રક્રિયા દ્વારા પોતાનું બેન્કિંગ, ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલાવી શકશે અને ઓપરેટ કરી શકશે. ગ્રાહકોને ઇક્વિટી, આઇપીઓ, ડેરિવેટિવ્ઝ, ઇટીએફ અને સૂચકાંકો જેવી રોકાણની સર્વગ્રાહી તકો મળશે અને સાથે સાથે ચાર્ટ આધારિત અમલીકરણ, અલ્ગોરિધમિક વ્યૂહો અને માર્જિન લિવરેજ જેવી એડવાન્સ્ડ ટ્રેડિંગ ક્ષમતાઓનો પણ લાભ મળશે. સેન્ટ્રમ ફિનસર્વનાં ટેકનોલોજી આધારિત ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મને બંધન બેન્કની મજબૂત ગ્રાહક ફ્રેન્ચાઇઝી સાથે સંકલિત કરીને આ ભાગીદારી સલામત, સાહજિક અને ગ્રાહક-કેન્દ્રી અનુભવ પૂરો પાડવા માંગે છે.

ભારતની રોકાણ કાર્યપધ્ધતિ મહત્વપૂર્ણ ગતિમાંથી પસાર થઈ રહી છે. ઉદ્યોગનાં વલણો નાના રોકાણકારોની ભાગીદારી અને ડિજિટલ સ્વીકારમાં સતત વધારાનો સંકેત આપી રહ્યા છે. 3-ઇન-1 પ્લેટફોર્મનો હેતુ ગ્રાહકોને પોતાની બેન્કિંગ અને રોકાણ જરૂરિયાતોનું સંચાલન કરવા એકીકૃત અને કાર્યક્ષમ ઉપાય પૂરો પાડવાનો છે.

આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા બંધન બેન્કનાં એમડી અને સીઇઓ પાર્થા પ્રતિમ સેનગુપ્તાએ જણાવ્યું કે, “બંધન બેન્કમાં અમે ગ્રાહકો માટે હંમેશા નાણાકીય સેવાઓને વધુ સુગમ, સમાવેશી અને સગવડદાયક બનાવવા સતત પ્રયત્નશીલ છીએ. સેન્ટ્રમ ફિનસર્વ સાથેની આ ભાગીદારી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે વન-સ્ટોપ પ્લેટફોર્મ પર અવરોધ વિના રોકાણની સુવિધા સાથે વિશ્વાસપાત્ર બેન્કિંગ સેવા આપરે છે. વધુને વધુ ભારતીયો સંપત્તિ સર્જનની યાત્રામાં ભાગીદારી કરી રહ્યા છે ત્યારે અમે માનીએ છીએ કે આવાં સંકલિત ઉકેલો દેશભરમાં ગ્રાહકોને રોકાણનાં સાધનો દ્વારા રોકાણ કરતા અને બચતમાં વૃધ્ધિ કરવાનો વિશ્વાસ આપશે.”

સેન્ટ્રમ ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ચેરમેન જસપાલ બિન્દ્રાએ જણાવ્યું કે, “ ભાગીદારી રોકાણની તકોનું લોકશાહીકરણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી નિપુણતાને બંધન બેન્કનાં ગ્રાહક-પ્રથમ અભિગમ સાથે સંકલિત કરીને અમે શક્તિશાળી મંચ ઊભો કરી રહ્યા છીએ જે  રોકાણની યાત્રા સરળ કરે અને ઉત્કૃષ્ટ સલામતી તથા સેવા સુનિશ્ચિત કરે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)