MCX: સોનાના વાયદામાં રૂ.1391 અને ચાંદીમાં રૂ.2340નો કડાકો
મુંબઈ, 22 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57,795.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17,279.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40489.63 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,127ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,295 અને…
