અમદાવાદઃ સપ્ટેમ્બર માસમાં અત્યારસુધીમાં 20 આઇપીઓનું લિસ્ટિંગ થઇ ચૂક્યું છે. તેમાંથી 16 આઇપીઓમાં રોકાણકારો રિટર્ન મેળવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ઇનોક્સ ગ્રીન, નવી ટેકનોલોજીસ અને સિગ્નેચર ગ્લોબલ સહિત 7 કંપનીઓ રૂ. 10000 કરોડના આઇપીઓ માટે સજ્જ થઇ રહી છે. ભારતીય શેરબજારોમાં પ્રાઈમરી માર્કેટની તેજીને ધ્યાનમાં રાખતા ઓક્ટોબરમાં 10015 કરોડના વધુ સાત IPO યોજાવાની શક્યતા છે.

ઓક્ટોબરમાં આવી રહેલાં IPO એટ એ ગ્લાન્સ

IPOઈશ્યૂ પ્રાઈઝ (અંદાજિત)
Inox Green740 કરોડ
Le Travenues Tech.1600 કરોડ
Uniparts India800 કરોડ
Global Health Ltd.2000 કરોડ
Navi Technologies3325 કરોડ
Senco Gold525 કરોડ
Signature Global1000 કરોડ

સ્ટાર્ટઅપ OYO પણ આઇપીઓ માટેની તૈયારીમાં

સેકન્ડરી માર્કેટની તેજીની સાથે પ્રાઈમરી માર્કેટમાં IPOએ પણ રોકાણકારોને કમાણી કરાવી ખુશખુશહાલ કર્યા છે. સ્ટાર્ટઅપ OYOએ પણ IPO મારફત ફંડ એકત્ર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. જેણે હાલમાં જ જૂન ત્રિમાસિકના ફાઈનાન્સિયલ ડેટા ફાઈલ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સમાં સામેલ કરવા સેબીને મોકલી આપ્યા છે. સેબીમાં હાલ 42 કંપનીઓના IPO મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જો મંજૂરી મળે અને સેકેન્ડરી માર્કેટની સ્થિતિ સુધારા તરફી રહે તો વર્ષના અંત સુધીમાં રેકોર્ડ IPO યોજાવાની સંભાવના છે.

Harsha Engineers નું લિસ્ટિંગ આગામી સપ્તાહે

રોકાણકારોનો અનેકગણો પ્રતિસાદ મેળવનાર હર્ષા એન્જિનિયર્સના IPOનું લિસ્ટિંગ સોમવારે 26 સપ્ટેમ્બરે થશે. માર્કેટ અહેવાલો અનુસાર, હર્ષા એન્જિનિયર્સનું લિસ્ટિંગ 75થી 80 ટકા પ્રિમિયમે થવાનો આશાવાદ છે. ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ગઈકાલે ઘટી 180 થયાં હતા. પરંતુ આજે ફરી પાછા રૂ. 240 બોલાઈ રહ્યા છે.  

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)