દેશના ઓટો વેચાણોમાં 12 ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં યુઝ્ડ કાર્સની સૌથી વધુ માંગ
અમદાવાદ, 18 મે: ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ છેલ્લા 90 દિવસોમાં ગત વર્ષની તુલનામાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં યુઝ્ડ કાર્સના વેચાણમાં 100 ટકાનો નોંધપાત્ર વધારો રેકોર્ડ કર્યો છે. કાર્સ24એ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં તેની સેવાઓના લોંચ સાથે ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જે સમયે લોકોએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખતાં પર્સનલ મોબિલિટી તરફ વળવાનું શરૂ કર્યું હતું. ત્યારથી કંપનીએ પોતાની ઉપસ્થિતિને વિસ્તારી છે અને હવે રાજ્યમાં 21 શહેરોમાં કાર્યરત છે. ગુજરાતમાં ગ્રાહકો કાર્સ24 જેવાં વિશ્વસનીય પ્લેટફોર્મ પાસેથી ખરીદી કરવા દરમિયાન યુઝ્ડ કાર્સની વ્યવહારિકતા, વ્યાજબીપણા અને વિશ્વસનીયતાને મહત્વ આપે છે. વધુમાં, શૂન્ય ડાઉન પેમેન્ટ સાથે કાર ફાઇનાન્સિંગનો વિકલ્પ રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વધુ લોકપ્રિય બન્યો છે. તેના પરિણામે રાજ્યમાં પ્રી-ઓન્ડ વાહનોની માંગમાં વધારો થયો છે.
“દેશના કુલ ઓટો વેચાણોમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા આસપાસ
ભારતમાં ગુજરાત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઓટો માર્કેટો પૈકીનું એક છે અને દેશમાં કુલ ઓટો વેચાણમાં અંદાજે 12 ટકા હિસ્સો ધરાવે છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. અમે વધુ લોકો માટે કાર ખરીદી અને વેચાણ વધુ સરળ અને તણાવમુક્ત બનાવવા માટે કટીબદ્ધ છીએ. અમે તેમના વિશ્વાસનો આદર કરીએ છીએ અને અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા વધુ સખત મહેનત કરીશું.- કાર્સ24ના સહ-સ્થાપક ગજેન્દ્ર જાંગીડ
ગુજરાતમાં પ્રી-ઓન્ડ કાર્સ અમદાવાદમાં સૌથી વધુ લોકપ્રિય છે, જેમાં મારૂતિ બલેનો સૌથી લોકપ્રિય પસંદ છે. ત્યારબાદ રાજકોટમાં મારૂતિ સ્વિફ્ટ અને ગાંધીનગરમાં હ્યુન્ડાઇ આઇ10 છે. કાર્સ24ના તાજેતરના આંકડા રાજ્યમાં ગ્રાહકોની કાર ખરીદીની વર્તણૂંક વિશે કેટલાંક રસપ્રદ તથ્યો બહાર આવ્યાં છે તે અનુસાર….
ગુજરાતના કાર માર્કેટમાં એફોર્ડેબલ બ્રાન્ડ્સની માંગમાં વધારો
કાર્સ24ના તાજેતરના વેચાણ આંકડા મૂજબ ગુજરાતમાં રેનો ક્વિડ, ટાટા ટિગોર, હ્યુન્ડાઇ ક્રેટા અને હ્યુન્ડાઇ એલિટ આઇ10 જેવી ઘણી કાર બ્રાન્ડ્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રાહકોની વર્તણૂંકમાં બદલાવ સૂચવે છે કે પ્રદેશમાં કાર ખરીદદારો વ્યાજબીપણા, ભરોસો અને કાર્યક્ષમ પ્રદર્શન વચ્ચે સંતુલન ઓફર કરતી કાર્સ અપનાવી રહ્યાં છે.
ગુજરાતમાં કાર ખરીદદારોનું EMI ફાઇનાન્સિંગ પ્રત્યે આકર્ષણ
ગુજરાતમાં કાર ખરીદદારો વચ્ચે કાર ફાઇનાન્સિંગ વધુ લોકપ્રિય બની રહ્યું છે તથા વાહન ખરીદવામાં મોટી સંખ્યામાં લોકો આ વિકલ્પને અપનાવે છે. કાર્સ24 ઉપર શૂન્ય ડાઉન પેમેન્ટ વિકલ્પની ઉપલબ્ધતાથી આ ટ્રેન્ડને બળ મળ્યું છે, જેનાથી લોકોના જીવનમાં અનુકૂળતા વધી છે. ઉપલબ્ધ આંકડા મૂજબ પગારદાર વ્યક્તિઓ દ્વારા લોન વધુ લેવામાં આવે છે. આ લોન માટે સરેરાશ ઇએમઆઇ રકમ રૂ. 11,500 છે અને ફાઇનાન્સિંગની પસંદગીની અવધિ 6 વર્ષ છે. આ ટ્રેન્ડ પ્રદેશમાં ખરીદદારો માટે વધુ ફ્લેક્સિબિલિટી અને ચૂકવણીનો ઓછો બોજાનો સંકેત આપે છે.
આકર્ષક ડીલના વિકલ્પો તરફ ભારતીયોની નજર
કાર્સ24ના તાજેતરના ડ્રાઇવટાઇમ ક્વાર્ટરલી રિપોર્ટ મૂજબ વર્ષ 2023ના માત્ર 90 દિવસોમાં ભારતીય ગ્રાહકોએ રૂ. 1250 કરોડના મૂલ્યની કાર્સનું પ્લેટફોર્મ ઉપર વેચાણ કર્યું છે, જે પ્લેટફોર્મની સેવાઓમાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે. નવા ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી સાથે ઉદ્યોગના ઉદય વચ્ચે ભારતમાં 100થી વધુ શહેરોમાં ઉપસ્થિતિ સાથે કાર્સ24 કાર વેચાણ અને માલીકીના ભવિષ્યને નવી દિશા આપી રહ્યું છે.