ચિલીમાં ‘કાબુરકાલા’ પ્રકલ્પના સંશોધન માટે અદાણીના ‘કચ્છ કોપર’ અને ચિલીની ‘કોડેલ્કો’ વચ્ચે સમજૂતી કરાર
અમદાવાદ, નવેમ્બર ૧૨: વિશ્વના સૌથી વધુ સમૃધ્ધ તાંબાનો ભંડાર ગણાતા તાંબાના જિલ્લાઓમાંના ઉત્તરી ચિલીના એન્ટોફાગાસ્ટા પ્રદેશના કાલામા કોપર બેલ્ટમાં કાબુરકાલા પ્રકલ્પમાં વ્યૂહાત્મક સંશોધન માટે ભાગીદારી કરવા સંબંધી મુખ્ય શરતો સુનિશ્ચિત કરવા અદાણી એન્ટરપ્રાઇઝ લિ. હસ્તકની કચ્છ કોપર લિ. અને ચિલીના કોર્પોરેશનોસિઓન નેસિઓનલ ડેલ કોબ્રે ડી (કોડેલ્કો)એ સમજૂતી કરાર પર આજે હસ્તાક્ષર કર્યા હોવાની આજે જાહેરાત કરી છે.
લંડનમાં LME વીક ૨૦૨૬ ખાતે તાજેતરમાં કચ્છ કોપર લિ.ના ડિરેક્ટ જીત અદાણી, અને અદાણી નેચરલ રિસોર્સિસના સી.ઇ.ઓ ડૉ. વિનય પ્રકાશ, અને કોડેલ્કોના ચેરમેન શ્રી બર્નાન્ડો ફોન્ટેનની હાજરીમાં આ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

કચ્છ કોપર લિ.ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે મહત્વની ધાતુ એવા તાંબાના મુખ્ય ઉપયોગ હેઠળના મહત્વના સંસાધનો, આપણા ભવિષ્યના પરિવર્તનના કેન્દ્રમાં છે. ત્યારે તે માત્ર ખાણકામની સંપત્તિથી વિશેષ આ વ્યૂહાત્મક ભાગીદારીને અમે ભવિષ્યના ભારતમાં લાંબા ગાળાના રોકાણ તરીકે મૂલવીએ છીએ.

કોડેલકોના બોર્ડના ચેરમેન બર્નાર્ડો ફોન્ટેને જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર છેલ્લા એક વર્ષમાં અદાણી સાથે અમે કરેલા કાર્યમાં એક મહત્વનું પગલું છે. તેમણે કહ્યું કે ચિલી રાજ્યના લાંબા ગાળાના હિતોનું રક્ષણ કરવા સાથે આ પ્રક્રિયા વિશ્વ-સ્તરીય ભાગીદારોને આકર્ષવા અને તેના સંશોધન પોર્ટફોલિયોમાંથી મૂલ્ય નિર્માણ કરવાની કંપની અને કોડેલકોની ક્ષમતા દર્શાવે છે.
સંસાધનની સુરક્ષા બંને દેશો માટે વ્યૂહાત્મક પ્રાથમિકતા બની ગઈ છે તે સ્થિતિમાં આ ભાગીદારી ભારત-ચીલી વચ્ચે મહત્વની ખનિજોમાં સહયોગને પણ મજબૂત બનાવે છે. અદાણીનો મૂડી ફાળો, ટેકનોલોજી-આગેવાની હેઠળના સંશોધન અને વિશાળ પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતા તથા કોડેલ્કોના ગહન ભૂસ્તરશાસ્ત્રીય જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે આગળ વધારવામાં સૂચિત ભાગીદારી કબુરકાલા પ્રકલ્પના સંશોધનને સક્ષમ બનાવવા સાથે બંને કંપનીઓ જવાબદાર સંશોધન, સલામતીના ઉચ્ચ ધોરણો અને પર્યાવરણીય દેખરેખ અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

