નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18651- 18611, રેઝિસ્ટન્સ 18727- 18762

અમદાવાદ, 27 જૂનઃ છેલ્લા કેટલાંક સેશન્સથી નિફ્ટી સાઇડલાઇન થવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી ઘટી રહ્યા છે. ડેઇલી ફોલિંગ ટ્રેન્ડ, બુલિશ હરામી ક્રોસ પેટર્ન જેવાં કારણો પણ માર્કેટમાં ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર નિકળ્યાનો તો સંકેત આપે છે. પરંતુ જયાં સુધી નિફ્ટી 18550 જાળવે ત્યાં સુધી તેજીનો આશાવાદ અકબંધ રહે છે. ઉપરમાં 18850- 18900 પોઇન્ટની સપાટી ક્રોસ થવી પણ અત્યંત આવશ્યક રહેશે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43531- 43421, રેઝિસ્ટન્સ 43762- 43888

સ્ટોક ઇન ફોકસ

મારૂતિ (9470) ખરીદો

કંપનીનો શેર સોમવારે -1.5 ટકા ઘટીને બંધ રહ્યો હતો. કંપનીના વેચાણો ચાલુ નાણાકીય વર્ષમાં 11 ટકા વધવાની સંભાવના છે. કંપનીની વધુ સારી પ્રોડક્ટ મિક્સ, પ્રાઇસ હાઇક, સ્ટેબલ આરએમ એન્વાયરમેન્ટના કારણે કંપની તેનો વૃદ્ધિદર જાળવી રાખે તેવી સંભાવના છે. એક વર્ષમાં કંપનીનવો શેર રૂ. 10700 આસપાસ પહોંચે તેવી સંભાવના સાથે ખરીદવા ભલામણ છે.

ઇન્ટ્રા-ડે પિક્સ

ગ્રેન્યુલ્સ (RS291) ખરીદો

આજના વેપાર માટે, રૂ.289- 291ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.285ના કડક સ્ટોપ લોસ સાથે રૂ.299ના લક્ષ્ય માટે.

HDFCBANK (RS1636) ખરીદો

આજના વેપાર માટે, રૂ.1620-1635ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.1660ના લક્ષ્ય માટે રૂ.1600ના કડક સ્ટોપ લોસ સાથે.

NTPC (RS185) વેચો

આજના વેપાર માટે, રૂ.186- 188ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.182 ના ટાર્ગેટ માટે રૂ.189 ના કડક સ્ટોપ લોસ સાથે

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)