સ્ટોક ઇન ફોકસઃ ટાટા મોટર્સ ખરીદો, ઇન્ટ્રા-ડે પિક્સઃ આઇટીસી વેચો, કોટક બેન્ક અને હિન્દાલકો ખરીદો
અમદાવાદ, 28 જૂનઃ મંગળવારે નેગેટિવ શરૂઆત બાદ સેકન્ડ હાફમાં જોવા મળેલી મેરેથોન રેલીમાં નિફ્ટીએ 126 પોઇન્ટના ગેઇન સાથે 18800 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી જોકે સાવચેતીનું છે. ટેકનિકલી ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ નિફ્ટી માટે બુલિશ જણાય છે. નિફ્ટીએ બુલિશ હરામી ક્રોસ પેટર્ન રચાઇ છે. એફઆઇઆઇ ફરી નેટ ખરીદદાર બની છે. નજીકની ચાલ માટે 18850- 18900 પોઇન્ટની સપાટી મહત્વની હર્ડલ સપાટી જણાય છે. જે ક્રોસ થાય તો 19100- 19250 પોઇન્ટની સપાટી જોવા મળી શકે છે. નીચામાં 18700 પોઇન્ટની સપાટી નજીકની સપોર્ટ ગણાવી શકાય.
બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 43812- 43503, રેઝિસ્ટન્સ 44313- 44505 પોઇન્ટ
સ્ટોક ઇન ફોકસ
તાતા મોટર્સ (573) ખરીદો
ટાટા મોટર્સ સીવી સેગ્મેન્ટમાં માર્કેટ લિડર બની ચૂકી છે અ એવી ધારણા છે કે, આગામી એકવર્ષમાં સીવી અપ સાયકલ કન્ટીન્યૂ રહેવા સાથે કંપની ઇએલસીવી સેગ્મેન્ટમાં સૌથી વધુ બુકિંગ મેળવે તેવી ધારણા છે. આગામી લાંબાગાળાના રોકાણ દરમિયાન શેરનો ભાવ રૂ. 650 ક્રોસ થવાની સંભાવના સાથે આ શેરમાં રોકાણ કરવા સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે પિક્સ
ITC (RS445) વેચો
આજના વેપાર માટે રૂ.447-450ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.436ના ટાર્ગેટ માટે રૂ.453ના કડક સ્ટોપ લોસ સાથે.
કોટકબેંક (RS1845) ખરીદો
આજના વેપાર માટે, રૂ.1833- 1845ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.1820ના કડક સ્ટોપ લોસ સાથે રૂ.1877ના લક્ષ્ય માટે.
હિન્દાલ્કો (RS418) ખરીદો
આજના વેપાર માટે, રૂ.413-416ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.428ના ટાર્ગેટ માટે રૂ.409ના કડક સ્ટોપ લોસ સાથે.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)