સુપ્રો સીએનજી ડ્યુઓના સર્વશ્રેષ્ઠ ફીચર્સ

મહિન્દ્રાનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ
ડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી
750 કિગ્રા પેલોડ
શક્તિશાળી 20.01 kW
(27BHP) એન્જિન
સુપિરિયર 60 Nm ટોર્ક
માઇલેજ 23.35 કિમી/કિલો,
325 કિમીની હાઈ રેન્જ
સીએનજી-પેટ્રોલ વચ્ચે શિફ્ટિંગ

અમદાવાદ, 9 જૂન:  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે (એમએન્ડએમ) સ્મોલ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં તેનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ વ્હીકલ સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સુપ્રો સીએનજી ડ્યુઓ શ્રેષ્ઠ પેલોડ અને ક્લાસ લીડિંગ માઇલેજ પ્રદાન કરે છે. રૂ. 6.32 લાખ (એક્સ-શોરૂમ ગુજરાત)ની પ્રારંભિક કિંમત સાથે સુપ્રો સીએનજી ડ્યુઓ ડાયરેક્ટ-ઇન-સીએનજી સ્ટાર્ટ જે વાહનને સીએનજી મોડમાં ચાલુ રાખવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત સુપ્રો સીએનજી ડ્યુઓ વધારાની સલામતી અને સીએનજી તથા પેટ્રોલ વિકલ્પો વચ્ચે સીમલેસ સ્વિચિંગ માટે બુદ્ધિશાળી સીએનજી લીક ડિટેક્શન ઓફર કરે છે. એમએન્ડએમના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડેન્ટ વિજય નાકરાએ જણાવ્યું હતું કે, સુપ્રો સીએનજી ડ્યુઓ લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન્સ અને ઇ-કોમર્સ કંપનીઓની કઠિન માંગ પૂરી કરવા માટે એન્જિનિયર્ડ છે. ડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી, મહત્તમ સલામતી માટે ઇન્ટેલિજન્ટ સીએનજી લીક ડિટેક્શન અને 750 કિલોગ્રામની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 75 લિટરની સૌથી મોટી સીએનજી ટાંકી ક્ષમતા અને શ્રેષ્ઠ માઇલેજ સાથે  અનેક ફીચર્સ ધરાવે છે.