અમદાવાદ, 3 નવેમ્બરઃ ગુરુવારે india V/s Srilanka મેચમાં જે રીતે ઇન્ડિયાએ સેમિ ફાઇનલમાં એન્ટ્રી લીધી તે જ રીતે ઇન્ડિયન શેરબજારોએ પણ ફેડ, ક્રૂડ, કરન્સી અને જિયોપોલિટિકલ ક્રાઇસિસને કોરાણે મૂકીને ફરી સુધારાની વાટ પકડી હતી. નિફ્ટી-50 19400 પોઇન્ટનું અતિ મહત્વનું ક્રોસઓવર ધરાવવા સાથે સાથે ઓક્ટોબરના હાઇ- લો પણ આ લેવલને અનુલક્ષીને બનાવ્યા છે. નીચામાં 19000 અને ત્યારબાદ 18900 પોઇન્ટની અતિ મહત્વની સપોર્ટ લેવલ્સ તેમજ ઉપરમાં 19400 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ લેવલ્સની વચ્ચે રેન્જબાઉન્ડ રહેવા સાથે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારા- ઘટાડાની ચાલ કન્ટીન્યૂ રહી છે.

તે જોતાં આજની રેન્જ નિફ્ટી માટે સપોર્ટ 19073-19013, રેઝિસ્ટન્સ 19184- 19235 પોઇન્ટ આસપાસ જોવા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ ચાર્ટ રિવ્યૂ ઉપરથી જણાય છે.

બેન્ક નિફ્ટીએ 200 દિવસીય એવરેજને ટચ કરવા સાથે સાધારણ સુધારાની ચાલ નોંધાવી છે. સાથે સાથે દોજી કેન્ડલ પણ રચાઇ છે. ઉપરમાં 20 દિવસીય એવરેજ 43600 પોઇન્ટની જણાય છે. રેઝિસ્ટન્સ 44200 પોઇન્ટ ધ્યાનમાં રહે. ઇન્ટ્રા-ડે વોચ માટે રિલાયન્સ સિક્યુરિટીઝે જેએસડબલ્યૂ સ્ટીલ અને આઇડીએફસી ફર્સ્ટ બેન્કની ભલામણ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)