અમદાવાદ, 11 નવેમ્બરઃ આગલાં દિવસની નીચી સપાટી સામે નિફ્ટીએ 19329 પોઇન્ટની હાયર બોટમ બનાવી છે. અને 12 સપ્તાહની ટોચે પહોંચ્વા સાથે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે 19500 પોઇન્ટનું મહત્વનુ રેઝિસ્ટન્સ ક્રોસ થવું અત્યંત જરૂરી રહેશે સુધારાની આગેકૂચ માટ. ત્યારબાદ ઝડપથી 19800 પોઇન્ટની સપાટી ક્રોસ કરી જવાની શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટમાં દર્શાવાઇ છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. બુધવારના ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 19349- 19292 અને રેઝિસ્ટન્સ 19444- 19438 પોઇન્ટ્સના લેવલ ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ કરવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

બેન્ક નિફ્ટીએ પણ તેની 20 દિવસીય એવરેજ ક્રોસ કરવા સાથે હાયર બોટમ અને હાયર ટોપની રચના ચાર્ટ ઉપર દર્શાવી છે. ઉપરમાં 44300- 44500ના લેવલ્સ મિડિયમ ટર્મ માટે અંદાજી શકાય. નીચામાં 200 દિવસીય એસએમએનો સપોર્ટ હજી પણ જારી રહેતાં એવું જણાય છે કે માર્કેટ કરેક્શન મોડમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)