NFO 24 નવે/ 8 ડિસેમ્બર ખૂલશેપ્રથમ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ
બેન્ચમાર્ક: નિફ્ટી50 હાઇબ્રિડ કમ્પોઝિટ ડેબ્ટ 50:50 ઇન્ડેક્સઅરજી લઘુત્તમ રૂ. 500 (ઉપરાંત રૂ.1 ના ગુણાંકમાં)

મુંબઈ/પુણે, 20 નવેમ્બર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (બીએએફ) – એક ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ રજૂ કરવાની જાહેરાત કરી છે જે ડેરિવેટિવ્ઝ, અને ફિક્સ્ડ ઈનકમના સાધનો સહિતના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે યોગ્ય છે.  પરંપરાગત રીતે, એસેટ એલોકેશન વ્યૂહરચના નક્કી કરવા માટેનો અભિગમ ફંડામેન્ટલ્સ, ભૂતકાળની કામગીરી અને ક્વોન્ટિટેટિવ મોડેલને અનુસરવાનો છે. જો કે, બજાજ ફિનસર્વ એએમસીની રોકાણ ટીમ સંપત્તિની ફાળવણી અને રોકાણના સમય અંગે નિર્ણય લેવા માટે બિહેવિયરલ સાયન્સિસ મોડલનો પણ ઉપયોગ કરવામાં માને છે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ ગણેશ મોહને કહ્યું કે, અમારું અનન્ય રોકાણ ફિલસૂફી (INQUBE), આલ્ફા જનરેટ કરવા માટે માહિતીપ્રદ, ક્વોન્ટિટેટીવ અને વર્તણૂકલક્ષી ધારને જોડવાનો પ્રયાસ કરે છે. જ્યારે આ અમારા લગભગ તમામ પ્રોડક્ટ્સ માટે પ્લાન્ક બનાવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)